મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રેન હડફેટે ચડી ગયેલ બે પૈકીનાં એક યુવાનનું મોત: એક સારવારમાં


SHARE







મોરબી નજીક ટ્રેન હડફેટે ચડી ગયેલ બે પૈકીનાં એક યુવાનનું મોત: એક સારવારમાં

મોરબીથી રફાળેશ્વર તરફ જતા રેલવે ટ્રેક ઉપર ભડીયાદ ગામની સીમ પાસે રેલવે ટ્રેક ઉપર બે વ્યક્તિઓ માલગાડીની હેડફેટે ચડી ગયા હતા જેથી કરીને બે પૈકીના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને બીજા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે હાલમાં આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના ધરમપુરી ગામના રહેવાસી અને હાલમાં ઘૂટું રોડે આઈ.ટી.આઈ.ની સામે પાણીના ટાંકાથી આગળ મુકેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બાબુભાઈ સપ્પાભાઈ મસાર જાતે આદિવાસી (૩૩) તથા તેની સાથે રહેલ એક અજાણ્યો વ્યક્તિ મોરબીના રફાળેશ્વર રેલવે ટ્રેક ઉપર ભડીયાદ ગામની સીમમાં મિલેનિયમ તથા ઓમકેન સીરામીક કારખાના વચ્ચે માલગાડીની હડફેટે ચડી ગયા હતા જેથી બાબુભાઈ મસારને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેની સાથે રહેલ અન્ય એક અજાણ્યા વ્યક્તિને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે આ બનાવ અંગેની વજુભાઈ જોગડીયાભાઈ મસાર જાતે આદિવાસી (૩૫) રહે હાલ ઘુટુ રોડ મુકેશભાઈની વાડી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News