મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોરપોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો જેથી કરીને પ્રેમિકા અને તેના માતા પિતાએ તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તેને એસિડ પીવડાવી દીધૂ હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું અને જેથી કરીને મૃતક યુવાનના ભાભીએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને ગત તા ૧૧ ના રોજ એસિડ પીવડાવી દેવામાં આવ્યું હતું જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો ત્યારે રમેશ ચૌહાણએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતું કેતેને પ્રેમ સબંધ હોય તેના બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જેથી કરીને પોલીસે રમેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવમાં મૃતક યુવાનની ભાભી શાંતુબેન ગોવિંદભાઇ હમીરભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી (૫૪)એ હાલમાં અજયભાઇ બચુભાઇ શુકલ, દયાબેન અજયભાઇ શુકલ અને લતાબેન અજયભાઇ શુકલ રહે. બધા વીશીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી લતાબેન અજયભાઇ શુકલ સાથે તેના દિયરને પ્રેમ સબંધ હતો જે તેના માતા પિતાને સારું નહીં લગતા તેને બોલાવીને ત્રણેય વ્યક્તિએ મળીને તેને પકડીને એસિડ પીવડાવી દીધું હતું જેથી કરીને ફરિયાદીના દિયરનું મોત નીપજયું છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News