મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા HTAT મુખ્ય શિક્ષકોનું રવાપર તાલુકા શાળા ખાતે અધિવેશન યોજાયું


SHARE







મોરબી જિલ્લા HTAT મુખ્ય શિક્ષકોનું રવાપર તાલુકા શાળા ખાતે અધિવેશન યોજાયું

મોરબી જિલ્લામાં કાર્યરત HTAT મુખ્યશિક્ષકોનું અધિવેશન તેમજ ચોથી સાધારણ સભા રવાપર તાલુકા શાળા ખાતે રાખવામા આવી હતી અને આ અધિવેશન મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતું ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણ અંબારીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગરચર દિનેશભાઇ તેમજ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે ચેરમેનએ મોરબી જિલ્લાના મુખ્યશિક્ષકોની ફરજ પરસ્તીને બિરદાવીને તમામ સહકારની ખાત્રી સાથે શુભેચ્છા આપી હતી. ત્યારે મુખ્યશિક્ષકોના અધિવેશનમાં દાહોદથી રાજ્ય સંઘના પ્રમુખ અપૂર્વભાઈ શ્રીમાળીએ મોરબી યુનિયનની એકતાને બિરદાવતા કહ્યું હતું કે, આપણા પ્રશ્નોને આપણે જાતે જ ઉકેલવા પડશે. આપણને કોઈ સાથે કશો વિરોધ નથી. છેલ્લા બાર વર્ષથી જો બદલી જેવો એક પ્રશ્ન પણ ઉકેલી શકાતો ન હોય તો આપણા પ્રશ્નો માટે આપણે જ જાગૃત થઈને વિચારવું રહ્યું. વિભાગનો સહયોગ પણ આપણી એકતા પર અવલંબે છે. ભાવનગરના મહુવાથી આવેલા રાજ્ય સંઘ મહામંત્રી સંજયભાઈ રાઠોડે આ સંવર્ગની સમીક્ષા કરતા કહ્યું કે આપણે ફરજમાં ક્યાંય પીછેહટ કરતા નથી. શાળાઓમાં ટેકનોલોજીના ઉપયોગનું મોટું શ્રેય HTAT મિત્રોને જાય છે. આપણા પ્રશ્નોના નિરાકરણ માટે આપણે જ સંગઠીત રહીને કાર્ય કરવું પડશે.

આ અધિવેશનમા ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર, જામનગર, દાહોદ, છોટા ઉદેપુર, પોરબંદર, અમદાવાદનો આગેવાનો પણ હાજર રહ્યા હતા અને યુનિયનના પ્રશ્નોની ચર્ચા દરમિયાન મોરબી સંઘ વતી મનનભાઈ બુદ્ધદેવે આજ સુધીના ઠરાવોના અભ્યાસ પછી અમુક નિર્ણયો કઈ રીતે થવા જોઈએ એનું વિગતવાર વર્ણન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મેરૂપરના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિનર મુખ્યશિક્ષકો અને સફળ એન્કર ધનજીભાઈ ચાવડાએ કર્યું હતું.






Latest News