મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

અમારા દરવાજા તમામ લોકો માટે ખુલ્લા હતા, ખુલ્લા છે અને ખુલ્લા જ રહેશે: રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા


SHARE











અમારા દરવાજા તમામ લોકો માટે ખુલ્લા હતા, ખુલ્લા છે અને ખુલ્લા જ રહેશે: રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા

મોરબી જિલ્લાના વાંકાનેરમાં રાજ્યસભાના સાંસદ અને મહારાણા કેસરીદેવસિંહ ઝાલાનું મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે વાંકાનેરના મુખ્ય માર્ગો ઉપર વાજતે ગાજતે મહારાણા કેસરીદેવસિંહ ઝાલાની નગરયાત્રા યોજાઈ હતી. અને ત્યાર બાદ સભા યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અમારા દરવાજા તમામ લોકો માટે ખુલ્લા હતા, ખુલ્લા છે અને ખુલ્લા જ રહેશે અને હું હમેશા પાર્ટીના આદેશ મુજબ કાર્યકર્તાની જેમ કામ કરીશ તેવી પણ લાગણી વ્યક્ત વિકટ કરેલ છે

રાજ્યસભા સાંસદ વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેરમાં આજે આવ્યા ત્યારે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું ભવ્યતિ ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. વાંકાનેર ખાતે યોજાયેલી નગરયાત્રામાં ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ, સેવાભાવી, અધિકારી, પદાધિકારીઓ અને આમ આદમીથી લઇ મહાનુભાવો દ્વારા ઠેર થી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પુલ દરવાજા પાસે પ્રજા વત્સલ રાજવી અમરસિંહજી બાપુની પ્રતિમા સ્થળે હારતોરા કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સ્ટેચ્યું સર્કલ પાસે સભા યોજાઇ હતી

ત્યારે માજી સાંસદ લલિતભાઈ મહેતાના દીકરા, જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું જો કે, સાંસદ મોહનભાઇ કુંડારીયાએ કેસરીદેવસિંહ ઝાલાની ભાજપમાં એન્ટ્રીથી લઈને રાજય સભાના સાંસદ સુધીની સફરની વાત કરી હતી અને ત્યારે બાદ ગાડા નીચે ચાલતા કુતરાની વાર્તાનું દ્રષ્ટાંત આપીને જે એવું માનતા હતા કે, સાંસદનું વર્ષ ૨૦૨૪ માં પૂરું થઈ જશે પરંતુ હવે વર્ષ ૨૦૨૯ સુધી વાંકાનેરમાં સાંસદ છે તેવું કહીને બહુ જ મોટો રાજકીય સંકેત આપી દીધેલ છે

જેમાં વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ પોતાની પસંદગી થતાં વાંકાનેર રાજપરિવાર અને ભાજપાના અદના કાર્યકર તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સમસ્ત મોવડી મંડળ અને સ્થાનિક ભાજપના આગેવાનો, હોદેદારો  અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પાર્ટીએ તેમના ઉપર મૂકેલ વિશ્વાસને સાર્થક કરી રાષ્ટ્રીય કક્ષાએ પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે જવાબદારી આપશે તે કામ કરવાની તૈયારી દર્શાવી હતી સાથોસાથ કહ્યું હતું અમારા દરવાજા તમામ લોકો માટે ખુલ્લા હતા, ખુલ્લા છે અને ખુલ્લા જ રહેશેતેવું પણ ટકોર કરી હતી

આ તકે  સાંસદ મોહનભાઈ કુંડારિયા, ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવડિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા સહિતના રાજકીય આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા અને મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનું સ્વાગત સન્માન કર્યું હતું

સ્થાનિક ધારાસભ્યની સૂચક ગેરહાજરી: કોલ્ડ વોર ઇફેક્ટ

મોરબી જિલ્લાના વાંકાનેર સહિતના તાલુકાઓમાં સ્થાનિક રાજકારણમાં કોલ્ડ વોર ચાલુ છે તે સર્વ વિદિત છે ત્યારે વાંકાનેરમાં રાજ્યસભાના સાંસદ અને મહારાણા કેસરીદેવસિંહ ઝાલાનું મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા વિસ્તારમાંથી ધારાસભ્યોએ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા જો કે, ભાજપના જ સાંસદ હોવા છતાં પણ સ્થાનિક ભાજપના ધારાસભ્ય ત્યાં કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા અને તેની સૂચક ગેરહાજરી વાંકાનેરમાં ભાજપમાં જ ચાલતી કોલ્ડ વોરની ચાડી ખાતી હતી અને તેની લઈને ગણગણાટ પણ થઈ રહ્યો હતો

 






Latest News