મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક યુવાનની હત્યા: આરોપીને પકડવા શોધખોળ શરૂ


SHARE







મોરબીના લાલપર નજીક યુવાનની હત્યા: આરોપીને પકડવા શોધખોળ શરૂ

મોરબીની આસપાસના વિસ્તારમાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે એક હત્યાના બનાવનો ભેદ હજુ ઉકેલાયો છે ત્યાં વધુ એક હત્યાનો બનાવ સામે આવેલ છે અને મોરબીના લાલપર પાસે સગીરની હત્યા કરવામાં આવી છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલ લાલપર નજીક ઇપોઝ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા લખનભાઈ માગેયાભાઈ બારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને  ફરિયાદ નોંધાવી છે કે, ઇપોઝ કારખાનાના પેકિંગ વિભાગમાં તે મજુરી કામ કરે છે બે માસ પૂર્વે તેની સાથે કામ કરતા લુટુભાઈએ તેના બાજુના ગામના સોનાતોનભાઈ જાપાનભાઈ કાઈકા (૧૯) આવ્યો હતો અને બે માસથી પેકિંગ વિભાગમાં મજુરી કામ કરતો હતો ગત તા. ૧૧ જુલાઈના રોજ નાઈટ શિફ્ટમાં કામ ઉપર હતો ત્યારે તાવ તાવ આવે છે તેવું કહીને તે કામે આવ્યો ન હતો ત્યાર બાદ કારખાનાની પાછળના ભાગમાં કોઈનો મૃતદેહ પડ્યો હોવાની ફરિયાદી લખનભાઈને જાણ કરવામાં આવી હતી જેથી કોન્ટ્રાકટર બંસીધર સહિતના ત્યાં ગયા હતા અને તેની સાથે કામ કરતો સોનાતોનભાઈ કચરાના ઢગલા પાસે પડ્યો હતો જેનું મોઢું અને કપડા લોહી વાળા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા મરવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા મૃત જાહેર કર્યો હતો અત્રે ઉલેખનીય છે કે, તા. ૧૧ જુલાઈના રાત્રીના આઠેક વાગ્યે બહાર તે ભાર ગયો હતો ત્યાર બાદમાં અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે તેને માથામાં અને કપાળના ભાગે ઈજા કરીને તેની હત્યા કરેલ છે જેની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News