મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીની શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં કૃતજ્ઞતા સમારોહ યોજાયો


SHARE







મોરબીની શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં કૃતજ્ઞતા સમારોહ યોજાયો

મોરબીના શકત શનાળા પ્લોટ શાળામાં જેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી ખૂબ મહેનત કરી શુન્યમાંથી સર્જન કરી ફોટોગ્રાફી ક્ષેત્રે જેમનું આગવું નામ છે એવા પ્રકાશકુમાર મનસુખભાઈ કાલાવડીયા અને તેમના મોટાભાઈ કેતનકુમાર મનસુખભાઈ કાલાવડીયા (પોપ્યુલર સ્ટુડિયો-મોરબી) ને ગુરુપૂર્ણિમાના દિવસે શાળા પાસેથી પસાર થતા એક વિચાર આવ્યો કે જે શાળામાંથી મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે તે શાળા પ્રત્યે મારે મારું ઋણ અદા કરવું જોઈએ.ત્યારે બન્ને ભાઈઓ તરફથી શકત શનાળા પ્લોટ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એક શૈક્ષણિક કીટ જેમાં પેન, પેન્સિલ, ઈરેઝર, સાર્પનર, સ્કેલ, કલર બોક્સ, ફુલસ્કેપ નોટબુક, ચૅક્સ અને લાઇનિંગવાળી નોટબુક, ડ્રોઈંગ બુક, ફાઇલ ફોલ્ડર આપવામાં આવી હતી આ પ્રસંગે તેમના સ્ટુડિયોના સર્વે સ્ટાફ ગણ પણ હાજર રહ્યા અને  શાળા પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જેથી કરીને શાળાના આચાર્ય મહેશભાઈ રામાવત તથા હર્ષદભાઈ મારવણીયા, મીનાબેન ફુલતરિયા, હિનાબેન ગામી દ્વારા પ્રકાશકુમાર અને કેતનકુમાર તથા પોપ્યુલર સ્ટુડિયોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News