મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : ક્રિકેટ સટ્ટોમાં લાખો રૂપિયા હારી ગયેલા કર્મચારી પેઢીના માલીકને લાખોનો ધુમ્બો મારતા કરાઇ ધરપકડ


SHARE











મોરબી : ક્રિકેટ સટ્ટોમાં લાખો રૂપિયા હારી ગયેલા કર્મચારી પેઢીના માલીકને લાખોનો ધુમ્બો મારતા કરાઇ ધરપકડ

વર્તમાન સમયમાં ક્રિકેટ સટ્ટો અને ઓનલાઈન રમાતા જુગારના કારણે ઘણી વખત જુગારમાં લાખો કરોડો રૂપિયા હારી જવાના કારણે ચોંકાવનારા બનાવો સામે આવતા હોય છે આવો જ એક બનાવો મોરબી જિલ્લાના હળવદમાં પણ સામે આવ્યા છે જ્યાં હળવદ યાર્ડમાં જુદી જુદી પેઢીઓ પાસેથી તલની ખરીદી કરીને તેમજ ખેડૂતો પાસેથી તલની ખરીદી કરવામાં આવી હતી અને જે પેઢી દ્વારા તલની ખરીદી કરવામાં આવી હતી તેના કર્મચારી દ્વારા ખરીદી, વેચાણ તથા કમિશન પેટે કુલ મળીને ૬૯,૬૪,૮૬૮ રૂપિયાનો પેઢીના માલિકની જાણ બહાર વિશ્વાસઘાત કર્યો હતો જેની પેઢીના માલિકે તેના જ કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને રૂપિયાની રિકવરી કરવા માટેની કામગીરી હાથ ધરી છે.

 
ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર જુગારની બદીને ડામવા માટે સમયાંતરે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે જોકે ઓનલાઈન રમાતા ક્રિકેટ સટ્ટા સહિતના જુગારો બેફામ રીતે રમાઈ રહ્યા છે અને તેના કારણે ઘણી વખત ઘણા પરિવારો બરબાદ થઈ જાય છે અને કેટલીક વખત તો જુગારમાં લાખો કરોડો રૂપિયા હારી જવાના કારણે અમુક વ્યક્તિઓએ અંતિમ પગલાં ભર્યા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી છે તેવામાં હળવદ તાલુકાની અંદર એક કર્મચારીએ જુગારમાં રૂપિયા હારી જવાના કારણે તેના જ પેઢીના માલિકને લાખો રૂપિયાનો બુચ માર્યુ છે જે બનાવ સંદર્ભે હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા કમિશન એજન્ટ તરીકે પેઢી ધારવાતા ધાંગધ્રા તાલુકાના રતનપર ગામના રહેવાસી નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત (૪૨)એ તેના કર્મચારી ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા રહે. કણબીપરા રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, હળવદ માર્કેટિંગ યાર્ડમાં જય કિસાન ટ્રેડિંગ નામની તેઓની દુકાન આવેલ છે જેમાં તેનો માસીનો દીકરો હરપાલભાઈ હેમુભાઇ ટાંક તેનો ભાગીદાર છે અને તેઓની પેઢીમાં ઉમેશભાઈ નરસિંહભાઈ પારેજીયાને પગારદાર કર્મચારી તરીકે ૨૨/૩/૨૩ થી રાખવામાં આવ્યા હતા અને તેને માસિક રૂપિયા ૧૦૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેની ૬૯,૬૪,૮૬૮ રૂપિયાના વિશ્વાસઘાતના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

આ આરોપીએ જય કિસાન ટ્રેડિંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી ૩૭,૩૪,૧૧૪ રૂપિયાના તલની ખરીદી કરી હતી અને તે પૈકી ૧૨,૦૧,૬૪૫ તેના દ્વારા ચૂકવવામાં આવ્યા છે અને બાકીના ૨૫,૩૨,૪૬૯ અન્ય વેપારીઓને ચૂકવવાના બાકી છે તેમજ જય કિસાન ટ્રેડિંગ મારફતે ખેડૂતો પાસેથી વેપારીઓને તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસેથી જય કિસાન ટ્રેડિંગના લેવાના રૂપિયા અને કમિશનના રૂપિયા આમ કુલ મળીને ૩૨,૩૦,૭૫૪ રૂપિયા લેવાના થાય છે જે આરોપીએ ખરીદી, વેચાણ થતા કમિશનના રૂપિયા મળીને કુલ ૬૯,૬૪,૮૬૮ રૂપિયા ફરિયાદીની જાણ બહાર વિશ્વાસઘાત કરીને લઇને નાસી ગયેલ હતો જેની કમિશન એજન્ટ દ્વારા તેના કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા રહે. કણબીપરા રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની તજવીજ શરૂ કરેલ છે.

મોરબી જીલ્લામાં આવેલા ઉદ્યોગમાં અને યાર્ડમાં અવારનવાર વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના નોંધાતા હોય છે ત્યારે વેપારીઓ અને ઉદ્યોગકારોને સંભવિત વિશ્વાસઘાત અને છેતરપિંડીથી બચવા માટે કર્મચારી સહિતના બહારના લોકો ઉપર વિશ્વાસ મુક્તા પહેલા સો વખત વિચાર કરવાની જરૂર છે કેમકે આ ગુનામાં આરોપી જે રીતે ક્રિકેટ સટ્ટામાં લાખો રૂપિયા હારી ગયો અને ત્યારબાદ તે દેણું ભરપાઈ કરવા માટે તેણે પેઢીના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો છે તેવી માહિતી તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને આવી જ ઘટનાઓ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સાથે બની શકે તેમ છે જેથી કરીને ગુજરાતીમાં કહેવાય છે ચેતતા નર સદા સુખી તે મુજબ લોકોએ કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા તેના બેગ્રાઉન્ડને જાણી લેવું જરૂરી છે.






Latest News