મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

ટંકારા સર્વિસ રોડ ઉપરથી ડામર ગાયબ :રોડ મધ્યે પાણી સંગ્રહ માટે મોટા હોજ માફક દ્રશ્યો સર્જાયા


SHARE







ટંકારા સર્વિસ રોડ ઉપરથી ડામર ગાયબ :રોડ મધ્યે પાણી સંગ્રહ માટે મોટા હોજ માફક દ્રશ્યો સર્જાયા

ટંકારા મધ્યેથી પ્રસાર થતો મોરબી રાજકોટ હાઇવેના કામમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરતા હાઇવેની હાલત કામ પુરૂ થાય એ પહેલાં જ કપરી થઈ ગઈ છે. ટંકારાના સર્વિસ રોડ ઉપરથી ડામર ગાયબ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.રાજકોટ મોરબી રોડને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે એને વર્ષોનો વખત વિતી ગયો છતા પણ કામ પુરૂ થવાનુ નામ નથી લેતું. જવાબદાર કોન્ટ્રાકટ એજન્સીએ એકદમ ઢંગધડા વગરનું કામ કર્યું છે. અણધડ કામગીરી કરતા આ હાઇવેની ટૂંકાગાળામાં જ પોલ ખુલી ગઈ છે. મોરબી રાજકોટ હાઇવે પર ઠેર-ઠેર કોન્ટ્રાકટ એંજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે અને રાજકોટ સુધી નવા નક્કોર રોડ ઉપર ગાબડા જ ગાબડા નજરે પડે છે ત્યારે મોરબી રાજકોટ હાઇવે વચ્ચેના ટંકારાના ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડની હાલત ખૂબ જ ખરાબ છે.

ટંકારા શહેરમાંથી પસાર થતા આ સર્વિસ રોડ ઉપર ડામર શોધ્યો પણ ન જડે તેવી સ્થિતિમાં ઠેર- ઠેર ખાડા પડી ગયા છે. સર્વિસ રોડ ઉપર ગાબડા એટલા બધા પહોળા બની ગયા છે કે વાહન ચાલકો થોડી સ્પીડથી પણ નીકળી શકતા નથી. ટૂંકાગાળામાં જ આ સર્વિસ રોડ ચાલવા યોગ્ય રહ્યો નથી. તેથી આ બાબતે સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.ફુટપાથ અને ભુગર્ભ ગટરનું કામ ક્યારે ચાલું કરશો? ઓવરબ્રિજ નિચે સર્વિસ રોડ ઉપર આથમણી બાજુ ફુટપાથ અને ભુગર્ભ ગટર થકી પાણી નિકાલ થઈ ગયો છે. પરંતુ ટંકારા જુના ગામ ઉગમણી તરફ હજું ડિમોલેશન અને મામકાવાદને કારણે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે હવે તો કામ પુરૂ કરો ના પોકારો પબ્લિક કરી રહી છે.






Latest News