મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે સરકારી નર્સરીમાં રાહત ભાવે ફળ પાકના રોપાઓ ઉપલબ્ધ રસ ધરાવતા ખેડૂતોએ મેળવી લેવા


SHARE











વાંકાનેર ખાતે સરકારી નર્સરીમાં રાહત ભાવે ફળ પાકના રોપાઓ ઉપલબ્ધ રસ ધરાવતા ખેડૂતોએ મેળવી લેવા

વાંકાનેર ખાતે આવેલી સરકારી નર્સરી ખાતે ફળ પાકના રોપાઓ જેવાકે સીતાફળ, બીલા, રાયણ, આંબલી, આંબળા, જામફળ, કોઠા, જાંબુના રોપાઓ રાહત ભાવે ઉપબ્ધ છે. જેથી રસ ધરાવતા અને ખરીદી કરવા માંગતા ખેડૂતોએ બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેંદ્ર, જડેશ્વર રોડ, દુધની ડેરી સામે, વાંકાનેર, જિલ્લા મોરબી કચેરીનો સંપર્ક કરી વાંકાનેર નર્સરી ખાતેથી ફળ પાકના રોપાઓ મેળવી લેવાના રહેશે.

અહીં નર્સરીમાં પ્રતિ રૂ.૧૫ના ભાવે ૭૮૦૦ જાંબુ અને ૧૬૦૦ ખાટી આંબલી, પ્રતિ રૂ.૧૦ના ભાવે ૭૦૦ કોઠા, ૪૦૦ લાલ જામફળ, ૫૦૦ આંબળા, ૧૭૦૦ રાયણ, ૨૫૦૦ ફાલસા, ૫૦૦ કરમદા અને ૧૦૦૦ બીલા વગેરે ફળ પાકના રોપાઓ ઉપબ્ધ છે. તેમ બાગાયત અધિકારીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News