મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસરથી મિતાણા સુધીનો રોડ પહોળો કરવા ઝબીરઅબ્બાસ શેરસીયાની રજૂઆત


SHARE







વાંકાનેરના અમરસરથી મિતાણા સુધીનો રોડ પહોળો કરવા ઝબીરઅબ્બાસ શેરસીયાની રજૂઆત

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી ડેમ સુધીનો રસ્તો સાંકડો હોવાથી ત્યાં અવારનવાર અકસ્માત સર્જતા હોય છે અને ટ્રાફિકજામની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે સ્ટેટ હાઇવે નંબર ૧૨૦ અમરસરથી મિતાણા રોડને પહોળો કરવા માટે થઈને મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાએ મોરબી જિલ્લાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝબીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબી જિલ્લાના માર્ગ મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકામાં આવતા સ્ટેટ હાઇવે નંબર ૧૨૦ અમરસરથી મીતાણા રોડ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પહોળાઈ હોવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં અમરસરથી વાલાસણ સુધી ૫.૫૦ મીટરની પહોળાઈ, વાલાસણથી ડેમ સુધી ૪ કિલો મીટર સુધી ૩.૭૫ મીટરની પહોળાઈ અને ડેમથી મીતાણા સુધી ૭ મીટરની પહોળાઈ છે આમ એક જ રસ્તા ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પહોળાઈ હોવાના કારણે વાહન ચાલકોને અવારનવાર અકસ્માત અને ટ્રાફિકજામ સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને વાલાસણથી ડેમ સુધી ચાર કિલોમીટરનો જે રસ્તો સાંકડો છે તે રસ્તાને પહોળાઈ વધારવામાં આવે તેના માટે થઈને રજૂઆત કરવામાં આવી છે અને આ રસ્તો સાંકડો હોવાના કારણે જે અકસ્માતો થાય છે તેના નિવારણ માટે થઈને વહેલામાં વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝબીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયારજૂઆત કરેલ છે






Latest News