ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની કામ ધંધો કરવા ઠપકો આપીને પિયર જતી રહેતા યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીમાં પત્ની કામ ધંધો કરવા ઠપકો આપીને પિયર જતી રહેતા યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ પ્રજાપત કારખાના સામે રહેતા યુવાનને તેની પત્નીએ કામ ધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો જેથી કરીને તે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ પત્ની તેના સંતાને લઈને પિયર જતી રહી હતી જેથી કરીને યુયાવાને તેના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર પ્રજાપત કારખાના સામેના ભાગમાં રહેતા વલ્લભભાઈ દેવજીભાઈ તરવાડીયા (૨૫) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સોહિલભાઈ સુમરા મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ વી.ડી મેતા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતુ કે, મૃતક યુવાન કામ ધંધો કરતો ન હોવાથી ગઇકાલે સવારે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારે કામ ધંધો કરવા માટે પત્નીએ ઠપકો આપ્યો હતો અને બાદમાં પત્ની તેના દીકરાને લઈને પિયરમાં જતી રહી હતી અને ત્યાર પછી યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈએન આપઘાત કરેલ છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.morbitoday.com






Latest News