વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે યુવાનની હત્યા: બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE











વાંકાનેરના પીપળીયા રાજ ગામે યુવાનની હત્યા: બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જો કે, મૃતક યુવાનની હત્યાના ગુનામાં તેની પત્ની શંકાના દાયરામાં છે અને આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી હોય તો પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના દંગાડીયા ફળીયાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે શાહિદભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા સુકુભાઈ ડુંગરસીંહ બામનીયા જાતે આદિવાસી (૩૪) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામે તેના ભાઈ રવીત ડુંગરસિંહ બામનીયા (૨૨)ની હત્યા કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે મકબુલભાઈની વાડીની વાડીએ રહીને તેનાથી નાનો ભાઈ સુરપસિંહ અને તેની પત્ની ભૂરબાઈ ત્યાં કામ કરતાં હતા અને તેનાથી નાનો ભાઈ રવિત બામણીયા તેની પત્ની કરમબાઈ સાથે ત્યાં આવ્યો હતો અને રાતે રવિત બામણીયા તેની પત્ની કરમબાઈ રૂમમાં સૂતા હતા અને સુરપસિંહ અને તેની પત્ની ભૂરબાઈ  સહિતના બાહર સૂતા હતા ત્યારે રૂમમાં આવીને કોઈ બે અજાણ્યા શખ્સે રવિતની કોઈપણ હથિયાર માથામાં મારીને હત્યા કરી નાખેલ છે તેવું મૃતકની પત્ની કહી રહી છે જો કે, ફરિયાદી યુવાને મૃતકની પત્ની સામે પણ શંકા વ્યક્ત કરેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હાલમાં બે અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ગુનામાં મૃતકની પત્ની કરમબાઈ રવિત બામણીયા હાલમાં શંકાના દાયરામાં છે અને પોલીસે રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે






Latest News