ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧ લી જુલાઈ રાષ્ટ્રીય ડોકટર દિવસે આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબીમાં ૧ લી જુલાઈ રાષ્ટ્રીય ડોકટર દિવસે આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન

૧ લી જુલાઈ રાષ્ટ્રીય ડોકટર દિવસે મારું રસોઈઘર મારૂં ઔષધાલયનાં અનુસંધાને આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.જેમાં વિડીયો બનાવીને ભાગ લઇ શકાશે.ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્ર  ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ ખાતે કાર્યરત છે.તા.૧ લી જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસે મારુ રસોઈ ઘર મારુ ઔષધાલય વિષય ઉપર સ્પર્ધા યોજાશે.ભારતમાં ૧ જુલાઇને ડોકટર્સ ડે એટલે ઉજવવામા આવે છે કારણ કે આ દિવસે ભારતના પ્રખ્યાત ડોકટર બિધાનચંદ્ર રોયનો જન્મ થયો હતો.ડૉ.બિધાનચંદ્ર રોયને દેશના શ્રેષ્ઠ ભારત રત્નથી સન્માનિત કરવામા આવ્યા હતા.આયુર્વેદ એક સ્વાવલંબી સારવારનું વિજ્ઞાાન છે.આપણી આસપાસની વનસ્પતિ અને આજુબાજુમાંથી મળતા મરી મસાલા, શાકભાજી, સૂંઠ, મરી, અજમો, જીરુ, હિંગ અને હળદર જેવા દ્રવ્યો પણ ઔષધની ગરજ સારે છે.આપણા રસોડામાં જ એટલા બધા ઉપયોગી આહાર દ્રવ્યો અને મસાલા હોય છે કે રોજિંદા રોગોને મટાડવા માટેનું નાનકડું એક ઔષધાલય ઘરમાં જ ઊભું થઈ જાય છે.

મહર્ષિ ચરકે નિત્ય નિરોગી રહેવા માટેનું એક સુંદર સૂત્ર આપ્યું છે "સર્વદા સર્વ રસાભ્યાસઃ આરોગ્ય કરાણામ્' અર્થાત્ આરોગ્ય આપનારા જે કોઈ સાધનો કે ઉપાયો છે તેમાં રોજે રોજ, બધા જ રસ આવી જતા હોય તે રીતનું ભોજન કરવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.ગળ્યો, ખારો, ખાટો, તીખો, તૂરો અને કડવો એ છ રસ છે.આપણા રસોડામાં આ છ રસ આવી જાય છે.સામાન્ય માણસ પણ પોતાના રોજિંદા ભોજનમાં છ એ છ રસ મેળવી શકે એવું આયોજન આપણા આહાર શાસ્ત્રીઓએ કર્યું છે.દાળ-શાકમાં જે વઘારની પ્રથા છે તે  'વઘાર' એ ભારતીય આહાર-વિજ્ઞાાનની આગવી શોધ અને પોતિકી પરંપરા છે.આપણે ત્યાં આહાર પોતે પણ ઔષધની ગરજ સારે એ રીતની રસોઈ વ્યવસ્થા કરી છે. રાષ્ટ્રીય ડૉક્ટર દિવસનાં અનુસંધાને આરોગ્ય પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા કેટેગરી મુજબ પ્રશ્નનાં જવાબનો વિડીયો બનાવીને છેલ્લી તા.૧-૭ ના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ અથવા દિપેનભાઈ ભટ્ટના વૉટ્સેપ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ અથવા ૯૭૨૭૯ ૮૬૩૮૬ પૈકી કોઇ એક નંબર ઉપર મોકલી આપવાનો રહેશે.






Latest News