મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરી એકમેકને ઈદની શુભકામના પાઠવી


SHARE







મોરબીમાં ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરી એકમેકને ઈદની શુભકામના પાઠવી

ભારતમાં ઈદ ઉલ અઝહાનો તહેવાર ૨૯ જૂનને ગુરુવારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી અને આજે બકરી ઇદના દિવસે સવારે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે ઈદગાહ ખાતે આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ઇદ ઉલ અઝહાની નમાજના સમય ભારતમાં દરેક શહેરમાં અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે ઈદ ઉલ અઝહાના દિવસે સૂર્યોદય પછી નમાજ અદા કરવામાં આવે છે. મળતી માહિતી મુજબબકરી ઇદના દિવસે ઈદગાહમાં સવારે નમાઝ અદા કરવામાં આવે છે ત્યાર બાદ મુસ્લિમ સમાજના બિરાદરો એકમેકને ઈદની શુભકામના આપે છે ત્યારે આજે મોરબીમાં આવેલ ઈદગાહ ખાતે ધર્મગુરુ સહિતનાઓની હાજરીમાં નમાઝ અદા કરવામાં આવી હતી અને ત્યાર બાદ દર વર્ષની જેમ ઝૂલૂસ પણ નિકળ્યું હતું દરમ્યાન આજે મોરબી  શહેરમાં એ ડિવિઝન પોલીસ સહિત જીલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ છે






Latest News