મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજની બે ટીમે જાહેર થયા બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજની બે ટીમે જાહેર થયા બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું

મોરબીમાં થોડા સમય પહેલા સમસ્ત બ્રહ્મ સમાજની જુદીજુદી બે ટીમે જાહેર કરવામાં આવી હતી અને ત્યાર બાદ ચોમેર તેની ચર્ચા થવા લાગી હતી અને બ્રહ્મ સમાજમાં ઊભા બે ફાડિયા જેવો ઘાટ સર્જાયો હતો ત્યારે સમાજના લોકોની લાગણી અને સલાહને અનુસરીને અનિલભાઈ મહેતા તથા સમાજના બીજા આગેવાનોએ સક્રિય પ્રયાસ કર્યા હતા અને સમસ્ત બ્રહ્મ સમાજની જે બે ટીમને જાહેર કરવામાં આવી હતી તેના પ્રમુખ સાથે પહેલા ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ બંને આખી ટીમની હાજરીમાં પરશુરામ ધામ ખાતે બેઠક રાખવામા આવી હતી જેમાં સર્વાનુમતે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા અધ્યક્ષ તરીકે પ્રશાંતભાઈ મહેતાનું નામ રાખવામા આવેલ છે અને બંને ટીમમાંથી જે ચાર મહામંત્રી જાહેર થાય હતા તે મીલેશભાઈ જોશી, કમલભાઈ દવે, અમુલભાઈ જોશી અને કેયુરભાઈ પંડ્યાને યથાવત રાખવામા આવેલ છે તેમજ ઉપપ્રમુખ સહિતના જે હોદેદારો લેવામાં આવેલ છે તેના નામ પણ યથાવત રખવાનું નક્કી કરવામાં આવ્યું છે આમ સમસ્ત બ્રહ્મ સમાજની બે ટીમે જાહેર કરવામાં આવ્યા બાદ હાલમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોષી, સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લાના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ, પુર્વ પ્રમુખ ડો. બી.કે. લહેરુ તથા મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના માજી પ્રમુખ કિશોરભાઈ શુક્લ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News