મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઈકની ચોરી


SHARE







 

મોરબીના લાલપર પાસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઈકની ચોરી

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શશખ્સની સામે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં ઝવેરી ચાલી પાછળના ભાગમાં રહેતા તન્વીરભાઈ સલીમભાઈ કોંઢિયા જાતે મોમીન (૨૧) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં ઓરસંગ અજંતા એપાર્ટમેન્ટના ખુલ્લા પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ એડી ૧૯૮૦ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે બાઈક ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા વડગાસિયા રાજેશભાઈ પ્રભુભાઈ (૪૫) પોતાના ઘરેથી બાઈક ઉપર ગેરેજે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં રામદેવપીરના મંદિર પાસે કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વડગાસિયા રાજેશભાઈને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News