મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું પાસે કારખાનામાં પતરાં ઉપરથી નીચે પડતાં રાજકોટના આધેડનું મોત


SHARE







મોરબીના ઘૂટું પાસે કારખાનામાં પતરાં ઉપરથી નીચે પડતાં રાજકોટના આધેડનું મોત

મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન પતરા ઉપરથી આધેડ નીચે પડી જતા તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી હોસ્પિટલ મારફતે આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના રાજીવનગરના રહેવાસી અને હાલમાં ઘૂટું ગામ પાસે આવેલ ઓમેક્ષ સિરમિક ખાતે રહેતા અયુબભાઈ સતારભાઈ શેખ (૫૫) મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ ઓનેક્ષ સીરામીક નામના કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે પતરા ઉપરથી તે નીચે ફટકાતા તેઓને ઈજા થઈ હોવાથી ઘટના સ્થળ ઉપર જ તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ હોસ્પિટલ મારફતે આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News