મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૨૬ જુન માદક પદાર્થ વિરોધ દિવસ ઉજવાશે, વ્યસનની ન હોય ફેશન જીવન ટકે જો ડ્રગ અટકે


SHARE







મોરબીમાં તા.૨૬ જુન માદક પદાર્થ વિરોધ દિવસ ઉજવાશે, વ્યસનની ન હોય ફેશન જીવન ટકે જો ડ્રગ અટકે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લામાં કાર્યરત છે.તા.૨૬ મી જૂન માદક પદાર્થ વિરોધ દિવસ હોય "વ્યસનની ન હોય ફેશન,  જીવન ટકે જો ડ્રગ અટકે"નાં સુત્રને અનુસંધાને વિડીયો દ્વારાં કેટેગરી મુજબ પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે.તેમા ભાગ લેવા અપીલ કરાયેલ છે.

કોઇપણ રસાયણ એક વ્યક્તિના શરીર પર અથવા માનસિક કાર્ય પદ્ધતી ઉપર અસર કરે તો તે એક માદક પદાર્થ છે.માદક પદાર્થોમાં મદિરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય.મદિરાએ દેશમાં પેદા થતાં તાડી અને 'એરક' (મહુડાં) છે અને પરદેશથી આવતા દારૂઓનો કંઈ પાર નથી.આ બધા સર્વથા ત્યાજ્ય છે.મદિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને તે સ્થિતિમાએ નકામો થઈ જાય છે.જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે અને પોતાનાં પરીવારને ખુવાર કરે છે.મદિરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે.સ્પર્ધકોએ કેટેગરી મુજબ પ્રશ્નનાં જવાબનો વિડીયો બનાવીને મોકલવાના રહેશે.કેટેગરી જાણવા તેમજ વિડીઓ તૈયાર કરીને મોકલવા એલ.એમ.ભટ્ટ અથવા દિપેનભાઈ ભટ્ટના મોબાઇલ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ અથવા ૯૭૨૭૯ ૮૬૩૮૬ ઉપર મોકલવાના રહેશે.સ્પર્ધાની તા.૨૬-૬ હોય તા.૨૬-૬ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં વિડીયો મોકલી આપવાનો રહેશે.આ સ્પર્ધાનાં બધાજ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા કેટેગરી મુજબ શ્રેષ્ઠ રજુઆત કરનાર સ્પર્ધકને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે.






Latest News