મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાડી ચલાવતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર મળે તે પહેલા જ મોત


SHARE







મોરબીમાં ગાડી ચલાવતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર મળે તે પહેલા જ મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રમેશ કોટન મીલની અંદર રહેતા અને  ગાડી ચલાવતા યુવાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ગભરામણ થવા લાગી હતી જેથી કરીને તેને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રમેશ કોટન મિલમાં રહેતા કરીમભાઈ ઇસ્માઈલભાઈ બાઇચા (૩૯) ગાડી ચલાવીને જતાં હતા ત્યારે ગુજરાત ફ્લોર મીલ પાસે તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ગભરામણ થવા લાગી હતી જેથી તાત્કાલિક તેને સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે.






Latest News