મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : મીઠાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી મંત્રી કનુભાઈ દેસાઈએ મજૂરોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા સ્પષ્ટ સૂચના આપી


SHARE







મોરબી : મીઠાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી મંત્રી કનુભાઈ દેસાઈએ મજૂરોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા સ્પષ્ટ સૂચના આપી

સંભવિત બિપરજોઈ વાવાઝોડા સંદર્ભે મોરબી આવેલા મંત્રી કનુભાઈ દેસાઈએ નવલખી બંદર નજીક મીઠાના ઉત્પાદપન સાથે જોડાયેલા ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ હજી કેટલા મીઠાના અગરિયાઓ અંદર છે અને કેટલા મજૂરોને ખસેડવામાં આવ્યા છે તેની વિગતો ઉદ્યોગકારો પાસે મેળવી જણાવ્યું હતું કે, કોઈપણ મજુર જો અંદર રહેશે અને કોઈ દુર્ઘટના બનશે તો તેના માલિક પર કાનૂની પગલા લેવામાં આવશે. વાવાઝોડા ના પગલે આ ઉદ્યોગોમાં ટ્રાન્સપોર્ટેશન લોડીંગ અનલોડીંગ તમામ બંધ કરવા મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી.

બંદર પર લાગેલા સિગ્નલને અતિ ભયજનક ગણાવી મંત્રીએ જણાવ્યું હતું કે, પાછા બોલાવી લેવામાં આવેલા કે સ્થળાંતરિત કરેલા લોકોનું વેરિફિકેશન કરી કોઈ પણ વ્યક્તિ અંદર રહી ન જાય તે માટે જવાબદારી પૂર્વક પગલાં લેવા જરૂરી છે. આ તમામ મજૂરો અને કામદારોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવા માટે જણાવી ઉદ્યોગકારોને સમજાવી તેમના હેઠળના મજૂરોના સ્થળાંતર અને રહેવા જમવા માટે જ્યાં તેમનાથી વ્યવસ્થા ન થાય ત્યાં વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.આ બેઠકમાં મંત્રી સાથે આ બેઠકમાં મંત્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, માળીયા મામલતદાર  બી.જે. પંડ્યા તેમજ સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News