મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આગમચેતીના પગલાની માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આગમચેતીના પગલાની માર્ગદર્શિકા જાહેર કરાઇ

મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા દરમિયાન તા.૧૧ થી તા.૨૦ સુધીમાં જે સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી તાલુકામાં ૯૪, વાંકાનેર તાલુકામાં ૪૦, હળવદ તાલુકામાં  ૩૦,  ટંકારા તાલુકામાં  ૧૪, માળિયા તાલુકામાં  ૧૧ એમ જીલ્લાના કુલ ૧૮૯ સગર્ભા બહેનોની સંપૂર્ણ વિગત સાથે માહિતી એકઠી કરી લીધેલ છે. તેમનું દૈનિક ધોરણે આરોગ્ય કર્મચારી તથા આશા બહેનો દ્વારા સઘન ફોલોઅપ લઈને તેની સલામત પ્રસુતિ થાય તેની સમ્પૂર્ણ તૈયારી કરવામાં આવી  છે.

જિલ્લામાં કુલ ૧૬ એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે જેમાં તાલુકા હળવદમાં ૩,  માળિયામાં ૨,  મોરબીમાં ૭,  ટંકારામાં ૧,  વાંકાનેરમાં ૩ એમ કુલ મળીને ૧૬ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી  છે. એન્ટી એપેડેમિક દવાઓનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરી જિલ્લા કક્ષાએથી તમામ આરોગ્ય કેન્દ્રોમાં ઈમરજન્સી દવાના સ્ટોક અંગેની ખરાઈ કરવામાં આવેલ છે. દરેક તાલુકા દીઠ એક-એક રેપીડ રિસ્પોન્સ ટીમની રચના કરી દેવામાં આવી છે. આ ટીમમાં વાહન જરૂરિયાત મુજબ તમામ દવાઓ, ડૉક્ટર અને પેરામેડીકલ સ્ટાફ સહિત જીલ્લામાં કુલ ૫ રેપીડ રિસ્પોન્સ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.વાવાઝોડા અંતર્ગત આરોગ્યને લગતા સંદેશાઓની આપ-લે કરવા માટે મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે એક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. દરેક અધિકારીશ્રી / કર્મચારીશ્રીની રજા રદ કરેલ છે. તેમજ દરેક અધિકારી અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર ઉપર ફરિજયાત હાજર રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. વાવાઝોડાઓથી થતી ઈજાઓની સારવાર તેમજ વાવાઝોડા સાથે વરસાદના કારણે પાણીજન્ય રોગ ચાળો તથા વાહકજન્ય રોગચાળો ઉદભવે નહિ તેની તકેદારી બાબતેનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા કરી દીધેલ છે.આ ઉપરાંત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરેલ લોકોનું મેડીકલ ટીમ દ્વારા સમયાંતરે મેડીકલ ચેકઅપ કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા પંચાયતની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News