મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતેનો તા.૧૫મી જૂનનો ઔદ્યોગીક ભરતીમેળો મોકૂફ, ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ


SHARE











વાંકાનેર ખાતેનો તા.૧૫મી જૂનનો ઔદ્યોગીક ભરતીમેળો મોકૂફ, ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ
 

વાંકાનેર, ખાતે તા.૧૫/૦૬/૨૦૨૩ના રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ-મોરબી દ્વારા ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ – રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે, ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવેલ છે, જેથી ઉમેદવારો કે નોકરીદાતાઓએ ઉપસ્થિત નહી રહેવા વિનંતિ કરવામાં આવે છે, ભરતીમેળા માટે નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત રોજગાર મેળવવા ઈચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓએ નોંધ લેવાલેવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે.

બિપરજોય વાવાઝોડા’ને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

૧૨ થી ૧૬ જૂન દરમિયાન  જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન ખાતાની ‘બિપરજોય વાવાઝોડા’ની આગાહીને અનુલક્ષીને તા.૧૨/૦૬/૨૦૨૩ થી ૧૬/૦૬/૨૦૨૩ના રોજ જિલ્લામાં અતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.આ માર્ગદર્શિકા અનુસાર ‘બિપરજોય વાવાઝોડા’થી થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ  ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું  અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.






Latest News