મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?


SHARE







વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?
 
વાવાઝોડાની વચ્ચે તો, હવે રોજ રહેવાનુ, છતા પણ મૌન રહી બધુ સહેવાનુ,
આ તો છાતી છપ્પન ની કહેવાય,નવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
સંસાર માં ચક્રવાત તો આવતા જ રહેશે, ડાળીઓ હલશેને,પાંદડાઓ ખરી પડશે,
મૂળિયા મનના તું મજબૂત રાખજે,માનવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?
કડાકા ભડાકા તો થયા જ કરશે, માયાના બંધન માં ઉચાટ પણ આવશે,
ધીરજના ઓસડિયા રૂપી સાવચેતી રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
તારુ હતુ શું ? ને તુ લાવ્યો હતો શું ? ઉપાધિ જગતની છે,ત્રિલોકના નાથને,
બળતરા છોડી બીજાની ,માત્ર સદભાવના રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ,
યાદ આવે છે પ્રભુ વિપતિ ના સમયે,માણસ તરી જતા હોય છે , સદાય ઈશ્વરની રહેમે.
"રાજ" આખર ઈશ્વર એક જ રખેવાળ,માનવ તુ વાવાઝોડાથી કેમ મુંઝાય ?
રચિયતા:રાજેશભાઇ એસ વ્યાસ " રાજ "ધ્રુવનગર(મોરબી)
 





Latest News