મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના


SHARE







મોરબી જીલ્લામાં વાવાઝોડાના સમયે પેટ્રોલ પંપ ઉપર વેચાણ બંધ કરી મેઇન પાવર બંધ કરવા સૂચના

મોરબી જીલ્લમાં પેટ્રોલ પંપના ડીલરો અને સસ્તા અનાજના દુકાનદારો સાથે મંત્રી કનુભાઈ દેશાઈની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હાલ વાવાઝોડાને કારણે ઉભી થતી આપતકાલિન પરીસ્થિતિમાં સરકારના આદેશોનું પાલન કરાની સુચના અયાઇ છે જેમા ખાસ કરીને પેટ્રોલ-ડીઝલનો નિયમ મુજબ પર્યાપ્ત જથ્થો ફરજિયાત  રાખવો. સરકાર ની જરૂરિયાતના સંજોગોમાં માલનો પુરતો જથ્થો નહી હોવાને કારણે કાયદેસર ની કાર્યવાહી કરાશે, સલામતીના ભાગરુપે જ્યારે પવન કે વાવાઝોડા વખતે કોઈપણ કસ્ટમર અથવા કર્મચારીએ કેનોપી નીચે રહેવું નહી, સલામત જગ્યાએ રહેવું. અને વાવાઝોડા સમયે વેચાણ કરવું નહી અને મેઈન પાવર બંધ કરી દેવા માટે સુચના દેવાઇ છે.

બીપોરેજોય વાવાઝોડાના અનુસંધાને આપાતકાલીન પરિસ્થિતિ માં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન પ્રમુખ વિનોદ નાથાભાઈ ડાભી એ હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે અને આપાતકાલીન સ્થિતી મા કોઈ પણ સરકારી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર સફેટી વાહનો,યા અન્ય કોઈ પણ ઇમરજન્સી જરૂરિયાત વાહનો ને ડીઝલ ની જરૂરિયાત રેહસે તો ત્યાં ઓન સાઈટ ડીઝલ ની ડિલિવરી સરકારી નિયમ મુજબ કરી આપવા મા આવશે. જે હેલ્પ લાઇન નંબર આપેલ છે તેમા વિનોદ ડાભી 9825060535 અને મહેશ ડાભી 9727702814 ના નંબર આપેલ છે.






Latest News