મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં અજાણી નિ:સહાય મહિલાને આશ્રય અપાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન


SHARE







મોરબીમાં અજાણી નિ:સહાય મહિલાને આશ્રય અપાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન

મોરબીમાં એક સજજન વ્યક્તિ દ્વારા ૧૮૧ ઉપર કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મળી આવેલ હોય તેના માટે મદદની જરૂર છે.ત્યારબાદ તાત્કાલિક ૧૮૧ મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન, પાયલોટ રાજભાઈ તેમજ કોન્સ્ટેબલ રંજનબેન ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલા પાસે જઈ સૌપ્રથમ તો તેમને સાંત્વના આપેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ સરળતાથી પૂછતાછ કરેલ જેમાં મહિલા તેમનું સરનામું કે તેમના વિશે માહિતી આપી શકતા ન હતા માટે ટીમ દ્વારા વધુ પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ તેઓ કયા રહે છે..? તે જણાવી શકતા ન હતા સજજન વ્યક્તિએ જણાવેલ કે તેઓ વાડીમાં કામ કરતા હોય બે ત્રણ દિવસથી મહિલા ત્યાં વાડીમાં એકલા ઝાડ નીચે રાત દિવસ બેસી રહેતા હોય જમવાનું પણ જમતા ન હોય કશું બોલતા ન હોય તેમજ રડતા હોય ૧૮૧ ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઈ જઈ પૂછપરછ કરેલ પરંતુ મહિલાને કોઈ ઓળખતું નથી તેવું જણાવેલ હોવાથી તેમને કાઉન્સિલિંગ તેમજ આશ્રયની જરૂર હોવાથી મોરબી સખીવન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવેલ છે સ્થાનિક લોકોએ અભયમની માનવતા ભરી કામગીરીની પ્રશંસા કરી હતી.






Latest News