મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલ મહિલા માલગાડીની ઝપટે ચડી જતા મોત


SHARE











મોરબીના જેપુર ગામે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલ મહિલા માલગાડીની ઝપટે ચડી જતા મોત

મોરબીના નવલખી હાઈવે ઉપર આવેલા જેપુર ગામે રહેતા અને મૂળ રાજસ્થાનના મહિલા રેલ્વે ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે નવલખી તરફથી આવતી માલગાડીની ઝડપે ચડી જતા તેઓનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર જેપુર ગામના બસ સ્ટેશનની સામે આવેલા રેલ્વે ફાટક નંબર ૪૫ પાસેથી રમીલાબેન નાનુભાઈ પગી જાતે આદિવાસી (ઉમર ૩૨) હાલ રહે. કાવઠીયા સેરા જેપુર તા.જી.મોરબી મૂળ રહે.ડુંગરપુર ગામ તા.છીંકલી જી.પુનાવાડા રાજસ્થાન નવલખી તરફથી આવતી માલગાડીની ઝડપે ચડી ગયા હતા.જેથી માથા અને શરીરના ભાગે મરણતોલ ઇજાઓ થવાથી રમીલાબેન નાનુભાઈ પગી નામની ૩૨ વર્ષીય મૂળ રાજસ્થાની આદિવાસી મહિલાનું મોત નિપજયુ હતું.ઉપરોક્ત બનાવ સંદર્ભે મૃતકના પતિ નાનુભાઈ સરદારભાઈ પગી જાતે આદિવાસી (૩૪) રહે.હાલ કાવઠીયા સેરા જેપુર તા.જી.મોરબી મૂળ ડુંગરપુર તા.છીંકણી જી.પુનાવાડા રાજસ્થાન એ મોરબી તાલુકા પોલીસને આ બાબતે જાણ કરતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આ અંગે નોંધ કરીને બનાવની આગળની તપાસ શરૂ કરી છે.

દારૂના ચાર ચપલા

વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ ઉપર રોસા સિરામિક સામેથી સ્કોર્પિયો ગાડી નંબર યુપી ૨૪ એઆર ૨૭૨૭ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂના બે ચપલા મળી આવ્યા હોય પોલીસે ૨૦૦ ની કિંમતનો દારૂ તથા પાંચ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૫,૦૦,૨૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં દિનેશભાઈ લેખરાજસિંગ યાદવ સાથે જાતે આહિર ૩૪ રહે રાતાવિરડા સીમ દિન દયાલ પેપર મીલ તાલુકો વાંકાનેર મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને તેણે આ દારૂનો જથ્થો નિતેશ જીલાભાઈ ઉકેડીયા રહે. રાતાવિરડા તાલુકો વાંકાનેર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે રોસા સીરામીક સામેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી પણ દારૂના બે ચપલા મળી આવ્યા હોય પોલીસે ૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મોરધનભાઈ ભીખાભાઈ કુણપરા જાતે કોળી (૩૭) રહે રાતાવિરડા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેણે પણ દારૂની આ બોટલો નિતેશ જીલાભાઈ ઉકેડીયા પાસેથી લીધી હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પણ પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News