મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ


SHARE







મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ

મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિરમાં સમગ્ર મોરબી જિલ્લાના એકસોથી વધું પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી પર્યાવરણ વિષય પર ફળદાયી ચિંતન કર્યું હતું અને  આ શિબિરમાં દીલીપકુમાર પૈજા(કથાકાર), સી.જે. પટેલ (નિવૃત્ત કલેકટર), ડૉ. પનારા, સરડવા, વી.ડી. બાલા, ડૉ.મનુભાઈ કૈલા, જીલેશભાઇ કાલરિયા, પ્રાણજીવન કાલરિયા, જીવરાજબાપા, અંબાલાલ કુંડારિયા, મહેશભાઈ ભોરણિયા, નરભેરામભાઇ સરડવા, મણીભાઈ ગડારા, ડૉ. મધુસુદન પાઠક, દાજીભાઇ ગોહિલ, જશુભા જાડેજા, ભરતભાઇ કાલરિયા વગેરે મહાનુભાવો હાજર હતાં. ત્યારે આ શિબિરમાં હાજર લોકોનું "પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ" બનાવવામાં આવેલ છે. અને આ શિબિરમાં હાજર નથી રહી શકેલ તેવા પર્યાવરણ પ્રેમીઓને આ મંડળમાં જોડાવા આહ્વાન કરાયું છે. આગામી દિવસોમાં ગામેગામ ૭ વ્યક્તિની સમિતિ બનાવી કામનું આયોજન થશે. આ સમિતિમાં પર્યાવરણ પ્રેમીઓ, શિક્ષક, સરપંચ, ધાર્મિક સંસ્થાન અને સ્થાનિક ઉદ્યોગપતિને સામેલ કરાશે. આ જ રીતે તાલુકા કક્ષાની ટીમ અને જિલ્લા કક્ષાની ટીમ બનાવવાની છે. જિલ્લા કક્ષાએ બે ટીમ બનાવી એક ટીમને ઉદ્યોગકારો સાથે સંકલન કરી કામને વેગ આપવાની જવાબદારી અપાશે. આ ચિંતન શિબિરમાં ચર્ચા સત્રનું સંચાલન ડૉ. મનુભાઈ કૈલાએ સંભાળેલ હતુ અને વી.ડી. બાલાએ નવરંગ નેચર ક્લબની પ્રવૃત્તિઓની ઝલક આપી હતી તેમજ મોરબીના પ્રખ્યાત પર્યાવરણ પ્રેમી લેખકના છઠ્ઠા પુસ્તક "ફળપાકોની પ્રાકૃતિક ખેતી" નું વિમોચન કરાયું હતુ આ સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી જીલેશભાઇ કાલરિયાએ નિભાવેલ હતી






Latest News