મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડો


SHARE







મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડો

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શિક્ષણની કેડી પર પ્રથમ પગથિયું મુકનાર તમામ ભૂલકાઓના ઉજ્જવળ ભવિષ્ય ઘડતરની દિશામાં સરકારની આ પહેલને સાર્થક કરવા તંત્ર સજ્જ બન્યું છે.

દેશના પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાળા શિક્ષણની સ્થિતિ બદલવા અને બાળકોના પ્રારંભિક શિક્ષણ ને વેગ આપવા  વર્ષ ૨૦૦૩ થી શરૂ  કરાવેલા શાળા પ્રવેશોત્સવથી મોરબી સહિત રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આગામી  ૧૨,૧૩ અને ૧૪ જૂન, ૨૦૨૩ દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લામાં ૭૯૭૮ બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ કરાવવામાં આવશે. તાલુકાવાર વાત કરીએ તો, મોરબી તાલુકામાં ૨૨૩૮, માળિયા તાલુકામાં ૪૪૭, ટંકારા તાલુકામાં ૬૫૪, વાંકાનેર તાલુકામાં ૩૦૯૨ અને હળવદ તાલુકામાં ૧૫૪૭ બાળકો મળી કુલ ૭૯૭૮ બાળકો બાળ વાટિકામાં પા પા પગલી કરવાના  છે

મોરબી જિલ્લાનું શૈક્ષણિક માળખું વધું સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

રાજ્યમાં શિક્ષણ સુલભ બને અને તમામ શૈક્ષણિક સવલતો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ શૈક્ષણિક માળખું સુદ્રઢ બનાવવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ અને અભિગમો અમલી બનાવવામાં આવ્યા છે. સ્કૂલ્સ ઓફ એકસેલન્સમાં મોરબી તાલુકામાં ૮૬, માળિયા તાલુકામાં ૨૭, ટંકારા તાલુકામાં ૨૮, વાંકાનેર તાલુકામાં ૯૫ અને હળવદ તાલુકામાં ૭૩ મળી કુલ ૩૦૯ શાળાઓ આવરી લેવામાં આવી છે. જ્યારે મોરબી તાલુકાની ૯૭, માળિયા તાલુકાની ૩૪, ટંકારા તાલુકાની ૩૨, વાંકાનેર તાલુકાની ૧૦૮ અને હળવદ તાલુકાની ૯૭ મળી કુલ ૩૬૮ શાળાઓ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવી છે. જિલ્લાની ૭૭ શાળાઓમાં ICT લેબ અને ૨૮ શાળાઓ ખાતે CAL લેબ કાર્યરત છે.

જિલ્લામાં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ વર્ષ-૨૦૨૩-૨૪ માં જિલ્લામાં ઉપલબ્ધ ૧૭૭૩ જગ્યાઓમાંથી ૨ રાઉન્ડના અંતે ૭૭૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધાઓ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની મહેનત થકી મોરબી જિલ્લો શિક્ષણ જગતમાં પગથિયાં ચડીને ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ગુણોત્સવ ૨.૦ અંતર્ગત A green3 ગ્રેડમાં જિલ્લાની ૨ શાળાઓનો સમાવેશ થયો છે. ઉપરાતં જિલ્લાની A green2 ગ્રેડમાં ૯, A graan1 ગ્રેડમાં ૩૨ તથા B yellow ગ્રેડમાં ૫૧૨ શાળાઓ પસંદગી પામી છે. જ્યારે D black ગ્રેડમાં જિલ્લાની એક પણ શાળા સમાવિષ્ટ નથી જે આપણા જિલ્લા માટે ગૌરવ ગણી શકાય. ઉપરાંત NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ ) ની વર્ષ ૨૦૨૩ ની પરીક્ષામાં મોરબી તાલુકાના ૫૩૫, માળિયા તાલુકાના ૯૪, ટંકારા તાલુકાના ૧૫૧, વાંકાનેર તાલુકાના ૩૬૩ અને હળવદ તાલુકાના ૩૬૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૫૦૫ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.






Latest News