મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાવાઝોડાની સંભવિત અસરને લઈને સોમવારે મોરબી કલેકટર કચેરીમાં મંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની મિટિંગ


SHARE







વાવાઝોડાની સંભવિત અસરને લઈને સોમવારે મોરબી કલેકટર કચેરીમાં મંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની મિટિંગ

રાજયના હવામાન વિભાગ દ્વારા છેલ્લે જે આગાહી કરવામાં આવી છે તે મુજબ છ જિલ્લાઓમાં વાવાઝોડું મોટા પ્રમાણમાં અસર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે અને ભારે પવન, ભારે વરસાદ ની શક્યતાઓ છે તેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે ત્યારે મોરબી જિલ્લા માટે મંત્રી કનુભાઈ દેસાઈને મુકવામાં આવ્યા હોય તેઓની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે સોમવારે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને શું કામગીરી કરવામાં આવી છે અને શું કામગીરી કરવાની જરૂર છે તેની ચર્ચાઓ કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે

મોરબી જિલ્લામાં આવતા નવલખી દરિયે હાલમાં વાવાઝોડાની અસરને લગતો કોઈ કરંટ જોવા મળતો નથી. પરંતુ રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને જોઈએ તો દરિયાકાંઠાના છ જિલ્લાઓમાં બીપરજોય વાવાઝોડું અસર કરશે જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને મોરબી જિલ્લાના નવલખી બંદરે તમામ કામગીરી બંધ કરવા માટેની સૂચનાઓ પણ અપાઈ ગઈ છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓ માટે થઈને મંત્રીને મુકવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા માટે મંત્રી કનુભાઈ દેસાઈને જવાબદારી સાથે મૂકવામાં આવ્યા છે જેથી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના કલેક્ટર સહિતના તમામ જવાબદાર વિભાગના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજવાની છે જેમાં છેલ્લા દિવસોથી વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી મેળવીને તેની સમીક્ષા કરવામાં આવશે તેમજ આગામી તારીખ ૧૪ અને ૧૫ ના રોજ ભારે પવન અને ભારે વરસાદ તેમજ વાવાઝોડું કચ્છ જિલ્લામાં જમીન સાથે અથડાઇ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તેની અસર મોરબી જિલ્લાને પણ મોટા પ્રમાણમાં થાય તેવુ હાલમાં દેખાઈ રહ્યું છે જેથી કરીને તાત્કાલિકના ધોરણે કયા પગલાં લેવાની જરૂર છે તેની પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવે તેવી માહિતીઓ અધિકારી સૂત્રો પાસેથી મળી રહી છે






Latest News