મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મળી ૯૧૫ જવાનોએ સીપીઆર તાલીમ લીધી


SHARE







મોરબીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મળી ૯૧૫ જવાનોએ સીપીઆર તાલીમ લીધી

મોરબીમાં રેલ્વે સ્ટેશનની સામે આવેલા મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પોલીસ પરિવારના ૯૧૫ જેટલા પોલીસ અધિકારી અને જવાનો અને અન્ય કર્મચારીઓએ સીઆરપી પ્રશિક્ષણ કેમ્પમાં સીપીઆર તાલીમ લીધી હતી.

મોરબી જિલ્લામાં રેંજ આઇજી અશોકકુમારની સૂચનાથી જીલ્લા પોલીસવડા એસપી રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તા.૧૧ ને રવિવારે સવારે ૧૦ થી બપોરના ૩ વાગ્યા સુધી કુલ ૫ બેંચમાં ૯૧૫ થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓને મોરબીમાં જીએમઇઆરએસ મેડીકલ કોલેજ રેલ્વે સ્ટેશન સામે ગુજરાત પોલીસ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ-ગુજરાતના સંયુકત ઉપક્રમે યોજાએલ તાલીમ કેમ્પમાં સીપીઆર તાલીમ લીધી હતી.આ તકે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ હાજરી આપી હતી.જીલ્લાના પોલીસ સ્ટાફની તાલીમ માટે આ સીઆરપી પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમર્જન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે માટેની મેડીકલ તાલીમ આપવામાં આવી હતી.






Latest News