મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...


SHARE







ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...

ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં કારખાનાની પાછળ લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવી ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં એશિયા પોલિપેક કારખાના પાછળના ભાગમાં આવેલ લીમડાના ઝાડ નીચે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આપઘાત કરી લેનાર યુવાનનું નામ વિકાસભાઈ મહન્થીભાઈ ચૌધરી જાતે કુર્મી (૧૮) રહે હાલ એશિયા પોલીપેક કારખાનાની ઓરડી મૂળ રહે યુપી વાળો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે સંજયભાઈ ખીમાભાઈ ડાકા જાતે પટેલ (૪૪) રહે ફ્લોરા હોમ્સ વોરાબાગ ગેડા સર્કલ પાસે મોરબી વાળા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ તપાસ કરાવી રહ્યા છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામે હાલમાં રહેતાુ મૂળ યુપીના રહેવાસી રામઅવતાર રામકિશન જાતે કોણી (૨૧) નામના યુવાનને ગત તા ૯/૬ ના રોજ વહેલી સવારે તાવ આવતા ટંકારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યા ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તેને મૃત જાહેર કરેલ હતો અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને હવે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News