મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાંજા સાથે બીજી વખત પકડાયેલ શખ્સનો જામીન ઉપર છુટકારો


SHARE









વાંકાનેરમાં ગાંજા સાથે બીજી વખત પકડાયેલ શખ્સનો જામીન ઉપર છુટકારો

મોરબીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા રેડ પડી હતી અને તેમાં  અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ બીજી વખત ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપીના વકીલે કરેલી દલીલોના અંતે કોર્ટ દ્વારા આરોપીને હાલ જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે

આ સમગ્ર કેસ બાબતે મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા)એ માહિતી આપતા જણાવ્યું હતું કે, વાંકાનેર ના સીટી પોલીસ સ્ટેશનની હદમાં થોડા સમય પહેલા એનડીપીએસ એક્ટ ૧૯૮૫  ની કલમ ૮ (સી) ૨૦ (૨)(એ) મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં આરોપી તરીકે નુરમહંમદ હાજી મકવાણાને ૨૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પાન બીડીની દુકાનેથી પકડવામાં આવ્યો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એડીપીએસનો ગુનો નોંધાયો હતો અગાઉ પણ આ શખ્સ ગાંજા સાથે પકડાયો હતો અને ત્યારબાદ આરોપી બીજી વખત ગાંજા સાથે પકડવામાં આવ્યો હતો અને તેના સામે ગુનો દાખલ થયા બાદ મોરબીની સેશન્સ કોર્ટમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશીની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી તરફેથી જામીન ઉપર મુક્ત થવા માટે આરોપીએ તેના વકીલ મનીષભાઈ પી. ઓઝા મારફતે રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરી હતી અને આરોપીના વકીલ મનીષભાઈ પી. ઓઝાની દલીલો અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીની સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશી દ્વારા આરોપી નૂરમહંમદ હાજી મકવાણા રહે. વાંકાનેર વાળાને રૂપિયા ૧૦૦૦૦ ના રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. આરોપી તરફેથી એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા રોકાયેલા હતા






Latest News