મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં બીજા માળના ધાબા ઉપરથી નીચે પટકાતા પોલિસ કર્મીના ભાઇનું મોત


SHARE







મોરબીમાં બીજા માળના ધાબા ઉપરથી નીચે પટકાતા પોલિસ કર્મીના ભાઇનું મોત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાં બીજા માળના ધાબા ઉપરથી નીચે પટકાતા શરીરે ઇજાઓ થઈ હોવાથી આધેડનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એમ-૭૩૨ બ્લોકમાં રહેતા ડાયાભાઈ દલાભાઈ ચૌહાણ (૫૦) પોતાના ઘરે બીજા માળના ધાબા ઉપરથી નીચે પટકાતા માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ ચંદુભાઈ દલાભાઈ ચૌહાણ (૫૬) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે નોંધ કરી આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે મૃતકના ભાઈ ચંદુભાઈ દલાભાઈ ચૌહાણ મોરબી તાલુકા પોલિસમાં ફરજ બજાવે છે.બનાવને પગલે પોલિસ પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.






Latest News