મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં પંચરોજકામની કોપીના એક લાખ પડાવનાર મહેશ ગોપાણીની આગોતરા જામીન અરજી રદ


SHARE







ટંકારામાં પંચરોજકામની કોપીના એક લાખ પડાવનાર મહેશ ગોપાણીની આગોતરા જામીન અરજી રદ

ટંકારાના જબલપુર ગામના ખેડૂતને પોતાની જમીનના પંચરોજકામની કોપીની જરૂરિયાત હતી જેથી સરકારી કચેરીમાં જે ડોક્યુમેન્ટ ન મળ્યું તે વચેટીયાએ એક લાખ રૂપિયા અરજદારને આપ્યું હતું અને આ બાબત સામે આવ્યા પછી વચેટીયા મહેશ ગોપાણીની સામે ટંકારાના ઇન્ચાર્જ મામલતર દ્વારા ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવવામાં આવી છે જો કેહજુ સુધી આ ગુનામાં આરોપી પકડાયેલ નથી અને તેની મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી મુકેલ હતી તેને કોર્ટે રદ કરેલ છે

ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારને તેની સાથણીમાં મળે જમીનના પંચરોજકામની જરૂર હતી જે ડોક્યુમેન્ટ મેળવવા નિયમ પ્રમાણે ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જોકે ટંકારા મામલતદાર કચેરીમાંથી તેને આખી ફાઇલ આપવામાં આવી પરંતુ તેમાં જરૂરી એવું પંચરોજકામ ન હતું જેથી તેનો જમીન વેચાણનો દસ્તાવેજ અટકે તેમ હતું દરમિયાન વચેટીયા દ્વારા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયા લઈને આ પંચરોજકામ આપવામાં આવ્યું હતું આ મામલે ટંકારાના ઇનચાર્જ મામલતદાર કે.ડી. બુસા  દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગત તા ૨૧/૫ ના રોજ મહેશ અવચરભાઈ ગોપાણી રહે. કલ્યાણપર વાળાની સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કેઆજ સુધી આ ગુનામાં આરોપી મહેશ ગોપાણી પકડાયેલ નથી તેવામાં મહેશ અવચરભાઈ ગોપાણીના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા કરવાં આવેલ દલીલોને ધ્યાને લઈને મહેશ અવચરભાઈ ગોપાણીના આગોતરા જામીન માટેની અરજીને રદ કરવામાં આવેલ છે






Latest News