મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓની સામે ધારાસભ્ય પગલા ક્યારે લેશે ?: કોગ્રેસ


SHARE







મોરબી પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓની સામે ધારાસભ્ય પગલા ક્યારે લેશે ?કોગ્રેસ

મોરબી નગરપાલિકામાં ભાજપના સદસ્યઓએ પાલિકામાં સત્તા હતી ત્યારે આડેધડ રૂપિયા વાપરીને પ્રજાએ ભરેલા ટેક્ષના પેસા વાપરીને પોત પોતાના ખીસા ભરેલ છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે અને તેના  કારણે નગરપાલિકાની પેસાથી ભરેલી તેજોરી હાલમાં ખાલી થઈ ગયેલ છે ત્યારે મોરબી નગરપાલિકા પોતાની તેજોરી ભરવા માટે થઈને હવે પ્રજા ઉપર ૩૦૦ ટકા જેવો  વેરો વઘારો કરવા જઇ રહી છે

હાલના સમયે મોઘવારીએ માઝા મૂકી છે અને લોકો પાસે રોજગાર નથી અને પ્રજા  પોતાનુ ગુજરાન માંડ માંડ  ચલાવી રહેલ છે ત્યારે પ્રજા આર્થિક રીતે  પરેશાન છે અને મોરબી પાલિકા પ્રજાને સુવિધાઓ આપવાના બદલે વિકાસના નામે વેરામાં વઘારો કરવા જઇ રહેલ છે તે કેટલું વ્યાજબી છે ? પહેલા તો પ્રજાના ટેક્સના પેસાનો છેલ્લા બે વર્ષ દરમ્યાન પાલિકાના  ભાજપના શાસકો અને સદસ્યઓએ કરેલ બેફામ ભ્રષ્ટાચાર  અને ગેર ઉપયોગ જેના કારણે નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ખરાબ થયેલ છે ત્યારે મોરબીના ધારાસભ્ય આ ભ્રષ્ટાચાર કરનારાઓની સામે પગલા ક્યારે લેશે એ પ્રજા જણાવવા માંગે છે

મોરબીના વિકાસના નામે પાલિકા વેરો વઘારતી હોય તો પહેલાંએ જાહેર કરે કે છેલ્લા બે વર્ષમાં ભાજપ શાસિત પાલિકાએ સુ વિકાસ કરેલ છે ? અને  હવે પાલિકાના  વહીવટદાર ક્યો વિકાસ કરવાના છે ? નહીં તો વિકાસના નામે  ભ્રષ્ટાચારથી ખાલી થયેલી તેજોરી ભરતા હોય તો અમે વિરોધ નોંધાવીએ છીએ અને પ્રજાને જરૂરી પ્રાથમિક સુવિધા મળે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયા, પૂર્વ પ્રમુખ એલ.એમ. કંઝારીયા, કે.ડી. બાવરવા તેમજ મોરબી શહેર કોગ્રેસ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ માંગણી કરેલ છે






Latest News