મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાંથી ચાર બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબી-વાંકાનેરમાંથી ચાર બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

મોરબી શહેરમાં શનાળા રોડે અને વાંકાનેર શહેરમાં જુદી જુદી દારૂની બે રેડ કરવામાં આવી હતી ત્યારે બંને સ્થળેથી બે-બે બોટલ દારૂ સાથે બે શખ્સ મળી આવ્યા છે જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને આ બંને સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો કયાથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી કાસમભાઈ મામદભાઈ દલ જાતે સંધી મુસ્લીમ (૪૮) રહે વજેપર શેરી નં-૫ મોરબી વાળાની ધરપકડ કરે છે આવી જ રીતે વાંકાનેરની ચંદ્રપુર ગેલેક્સી સોસાયટી પહેલા પાતાળિયા નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી પણ દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અમિતભાઈ ઉર્ફે હમીદ હનીફભાઈ બ્લોચ જાતે મકરાણી (૨૭) રહે. ચંદ્રપુર પાણીના ટાંકા પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News