મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પથિક સોફ્ટવેરમા માહિતિ અપલોડ ન કરનારા હોટલના મેનેજર સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં પથિક સોફ્ટવેરમાં માહિતિ અપલોડ ન કરનારા હોટલના મેનેજર સામે ગુનો નોંધાયો

મોરબીમાં શક્તિ ચેમ્બરની બાજુમાં ક્રિશ્ના ચેમ્બર આવેલ હોટલ ભુરાના સંચાલક દ્વારા પથિક સોફ્ટવેરમાં પ્રવાસીઓની માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી કરીને જાહેરનામાના ભંગ સબબ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસઆઇટીની ટીમ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ આવેલ છે તેમજ અન્ય ઉદ્યોગો આવેલા છે જેથી કરીને ઉદ્યોગમાંથી માલની ખરીદી કરવા માટે થઈને વેપારીઓટ્રેડર્સો વગેરે આવતા હોય છે દરમિયાન તેઓ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી હોટલમાં રોકાણ કરતા હોય છે ત્યારે બહારથી આવતા વેપારીઓની પથિક સોફ્ટવેરમાં હોટલના સંચાલકો દ્વારા માહિતી અપલોડ કરવાની હોય છે તેમ છતાં પણ તે જાહેરનામાની અમલવારી કરવામાં આવતી ન હોવાથી હવે હોટલના બેદરકાર સંચાલકો સામે ગુના નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે અગાઉ એક હોટલના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આજે મોરબીમાં શક્તિ ચેમ્બરની બાજુમાં ક્રિશ્ના ચેમ્બર આવેલ હોટલ ભુરાના મેનેજર દ્વારા ત્યાં આવતા પ્રવાસીઓની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરેલ ન હોવાથી હોટલના મેનેજર નારણભાઇ પરસોતમભાઇ સીતાપરા જાતે કોળી (૩૭) રહે. ઉમિયાનગર સિરામિક સિટીની પાછળ વાળાની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસ.આઈ.ટી. ના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૧૮૮ તથા જીપીએફની કલમ ૧૩૧ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News