મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જુદાજુદા વ્યવસાય થકી સખી મંડળની બહેનો બની પગભર


SHARE







મોરબી જિલ્લામાં જુદાજુદા વ્યવસાય થકી સખી મંડળની બહેનો બની પગભર

મહિલા સશક્તિકરણઅને આત્મનિર્ભર ભારતનું આગવું ઉદાહરણ બની રહી છે મોરબીની મહિલા શક્તિ. જ્યાં સખી મંડળો સાથે જોડાઈને બહેનો સરકારના આર્થિક અને સામાજિક સહકાર થકી સમાજમાં એક અલગ ઓળખ ઊભી કરી રહી છે.

વાંકાનેરના ગારીડા ગામે અક્કી મિશન મંગલમ જુથ સાથે જોડાયેલા અને બેંક સખી તરીકે ફરજ નિભાવતા મઢવી આરતીબેન દાદુભાઈ જણાવે છે કે, “અમારા સખી મંડળની સાથે ૧૦ બહેનો જોડાયેલી છે. સખી મંડળ થકી એકજૂથ બની બહેનો પશુપાલન, કાપડની દુકાન, ખેતી, ડેરી ઉદ્યોગ વગેરે વ્યવસાયોમાં આગળ વધી રહી છે. અમારું સખી મંડળ શરૂ કરતાં જ NRLM હેઠળ અમને સરકાર દ્વારા ૧૦ હજારની રિવોલ્વીંગ ફંડ તરીકે સહાય મળી હતી. ૬ મહિના બાદ ૧ લાખ રૂપિયાની સી.સી.લોન પણ મળી હતી. આ સી.સી. લોનમાંથી અમે પશુપાલન, ડેરી ઉદ્યોગ, કટલેરીની દુકાન વગેરે જેવા વ્યવસાય કરીએ છીએ.

આ વ્યવસાય થકી  બહેનો તેમના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. હું બેંક સખી તરીકે કામ કરૂ છું અને બેંકમાં બેસીને બહેનોના લોનના ફોર્મ ભરવા, બચત મંડળના ફોર્મ ભરવા તેમજ મંડળના બહેનોના વીમા કરવાની કામગીરી કરું છું. જેમાં અઠવાડિયાના ત્રણ દિવસ કામ કરવાનું હોય છે. જે માટે પણ સરકાર દ્વારા મહિને ૩ હજાર મહેનતાણા રૂપે ચૂકવવામાં આવે છે. આ તકે આરતીબેન NRLM યોજના અને સરકારશ્રીનો આભાર માને છે. સખી મંડળ એ સરકારનું મહિલાઓને પગભર બનાવવા તરફનું શ્રેષ્ઠ પગલું સાબિત થઈ રહ્યું છે. આજે લાખો બહેનો સખી મંડળો થકી રોજગારી મેળવી રહી છે અને અન્યને પણ રોજગારી આપી રહી છે. ઉપરાંત બીજી બહેનોને પણ માર્ગદર્શન આપી આગળ લાવવાના પ્રયાસો કરી રહી છે.






Latest News