મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી


SHARE







મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી

મોરબી શહેરમાં અવાર નવાર બુધવાર અને રવિવારે મેન્ટેનન્સના બહાને પાવર કાપ મૂકવામાં આવે છેલ્લા ૬ માસથી મેઇન્ટેન્સની કામગીરી ચાલી રહેલ છે તે કામગીરી હજુ સુધી પૂરી કરવામાં આવેલ નથી તેવું લાગી રહ્યું છે.કારણ કે વારંવાર શહેરના કોઈને કોઈ વિસ્તારની અંદર લાઈટ જાય છે અને મેન્ટેનન્સ કામ ચાલુ છે તેઓ એક જવાબ આપી દેવામાં આવે છે.જો કે હાલ ગરમીનો સમય હોય અને લોકો હેરાન થતા હોય પ્રી-મોનસુનની કામગીરી કેવી થઇ હશે તે સામે પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે.

આ બાબતે અહીંના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે, પીજીવીસીએલની અણઆવડત કહો કે ઈરાદાપૂર્વક કરાતી હેરાનગતીમાં આખો દિવસ અને રાતમાં ગમે ત્યારે પાવર બંધ કરીને હાલના આ કાળઝાળ ઉનાળાના સમયમાં બપોરના સમયે પાવર કાપ મૂકી લોકોને પરેશાન કરવામાં આવે છે. તેમજ જરા પણ વાતાવરણમાં ફેરફાર થાય ત્યાં તરત લાઈટ બંધ કરી નાંખવામાં આવે છે અને કલાકો સુધી પાવર ચાલુ કરવામાં આવતો નથી તેમજ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ  લખાવવા માટેનો ફોન સતત એંગેજ બતાવે છે અથવા કોઈ કર્મચારી ફોન ઉપાડતાં નથી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અને માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પીજીવીસીલના મુખ્ય અઘિકારીને રજૂઆત કરેલ છે કે આવા આકરા ઉનાળામાં પાવર કાપ બંધ કરીને પ્રજાની જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો નિરંતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ.






Latest News