મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કુંવરબાઇનું મામેરું યોજના દિકરીઓ માટે આશીર્વાદ સમાન


SHARE











મોરબીમાં કુંવરબાઇનું મામેરું યોજના દિકરીઓ માટે આશીર્વાદ સમાન

મોરબીનાં એક સામાન્ય પરિવારના મોભી રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. પરીવારમાં ચાર દિકરી અને એક દિકરો છે. દિકરીનાં લગ્નને લઇ પિતા મનમાં વ્યથા હતી. પરંતુ સરકારની કુંવરબાઇનું મામેરું યોજનાની માહિતી મળતા યોજનામાં ફોર્મ ભર્યું હતું. સરકાર દ્વારા દિકરી અલ્પાબેનને સહાય મળી. દિકરીને સરકારની હૂંફ મળતા ઉત્સાહભેર લગ્ન થયા હતા. સરકારની કુંવરબાઇનું મામેરું યોજના ખરાઅર્થમાં દિકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ રૂપે લોકોના જીવનમાં દીપ પ્રગટાવવામાં આવ્યા છે. આ યોજનાઓનો લાભ મેળવી ઉજાશથી ઝળહળી ઉઠેલા લાભાર્થીઓના હરખના પ્રકાશથી સમગ્ર સમાજ પ્રજ્જવલિત થઈ રહ્યો છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણની વિચારધારાને વરેલી રાજ્ય સરકારશ્રી તમામ માનવીઓના કલ્યાણાર્થે મક્કમતાથી કાર્યરત છે. આપણાં ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે અનેકવિધ નિર્ણયો તેમજ યોજનાઓના સફળ અમલ થકી છેવડાનો માનવી ગૌરવપૂર્વક જીવન જીવવા તરફ અગ્રેસર બન્યો છે.

મોરબીના વતની અલ્પાબેન જોગડિયાના લગ્ન થોડા સમય પહેલા જ થયાં છે.અનેક યુવતીઓ માટે ગુજરાત સરકારની કુંવરબાઇનું મામેરુ યોજનાઆશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અલ્પાબેન જણાવે છે કે, “મારા માતા-પિતાએ અનેક સંઘર્ષ સહન કરી મને અને મારા ભાઈ-બહેનોને મોટા કર્યા,  મારા પિતાએ  રીક્ષા ડ્રાઈવિંગ કરી, જ્યારે મારી માતાએ રસોઈ કામ કરી ઘરનું ગુજરાન ચલાવ્યું. મારા લગ્નનો સમય આવ્યો ત્યારે સરકારની કુંવરબાઈ માંમેરું યોજના વિશે મને ખબર પડી. મેં સરળતાથી ઓનલાઈન અરજી કરી છે

મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને કર્મચારીઓના સહયોગ વડે થોડા દિવસોમાં સહાયના રૂપિયા સીધા મારા ખાતામાં જમા થઈ ગયા હતા. અલ્પાબેને ઉમેર્યુ હતું કે, “આ યોજના અંતર્ગત મળેલા નાણાં થકી લગ્નના નાના-મોટા ખર્ચ માટે મારા પિતાને ઘણી મદદ મળી હતી. સરકારશ્રી આવી અનેક યોજનાઓ મારફતે મારા સમાજની ઘણી બધી દિકરીઓને ખરા સમયે મદદ કરે છે. જે બદલ મારો સમગ્ર પરિવાર સરકારનો આભારી છે






Latest News