મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીથી ભીમ અગિયારસે દીકરીને મળવા રાજકોટ જતાં યુવાનનું અકસ્માતમાં મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







મોરબીથી ભીમ અગિયારસે દીકરીને મળવા રાજકોટ જતાં યુવાનનું અકસ્માતમાં મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં

રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતો યુવાન મોરબીમાં કામ કરતો હતો અને ત્યાંથી આજે ભીમ અગિયારસના દિવસે પોતાની દીકરી અને પરિવારજનોને મળવા માટે રાજકોટ જતો હતો દરમિયાન ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામ પાસે રસ્તા ઉપર ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તે બાઈકમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે ટંકારાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતા સન્નીભાઈ અરવિંદભાઈ સુરેલા (૨૬) નામનો યુવાન મોરબીમાં કામકાજ કરતો હતો અને આજે ભીમ અગિયારસ હોવાથી તેને લેવા માટે રાજકોટથી પિયુષભાઈ હકાભાઇ નગવાડિયા (૧૭) રહે. રેલનગર અને વિશાલભાઈ બાબુભાઈ પરમાર (૨૦) રહે. રેલનગર વાળા બાઇક લઈને મોરબી આવ્યા હતા અને ત્યારથી તે આજે સવારના સાડા ચાર થી પાંચ વાગ્યાના અરસામાં મોરબીથી બાઇક લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટંકારાના ધ્રુવ નગર ગામ પાસે જીવા મામાની જગ્યાની સામેના ભાગમાં રોડ ઉપરથી ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં સન્ની અરવિંદભાઈ સુરેલા (૨૬) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જોકે, પિયુષ અને વિશાલને ઇજાઓ થઇ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સાહિદભાઈ સિદ્દીકી દ્વારા કરવામાં આવી રહી હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે ભીમ અગિયારસ હોવાથી સન્ની અરવિંદભાઈ સુરેલા તેનો પરિવાર રાજકોટ રહેતો હોય તેની દીકરી અને પરિવારજનોને મળવા માટે મોરબીથી પિયુષ અને વિશાલ સાથે બાઈકમાં રાજકોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માત થયો અને તેમાં સન્ની અરવિંદભાઈ સુરેલાનું મોત નિપયું છે






Latest News