મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કુરિયરની ઓફિસમાંથી ૫.૨૦ લાખના મુદામાલની ચોરી કરનારા આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં કુરિયરની ઓફિસમાંથી ૫.૨૦ લાખના મુદામાલની ચોરી કરનારા આરોપી જેલ હવાલે

મોરબીના રામચોક પાસે કુરિયરની ઓફિસ આવેલ છે જેમાંથી ૫.૧૦ લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને ૫.૨૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં કુરીયરની ઓફીસમાં આસીસ્ટન્ટ તરીકે કામ કરતાં શખ્સની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીના ગયેલ મુદામાલ અને ગાડી સહિત કુલ મળીને ૧૨.૧૫ લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને આ આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મયુરભાઈ ભીખાભાઇ સોલંકીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેરામચોક પાસે આવેલ બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાં તે મેનેજર તરીકે નોકરી કરેલ છે અને તેની ઓફિસમાંથી રોકડા રૂપિયા ૫.૧૦ લાખ તેમજ ૧૦ હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડિવિયાર મળીને કુલ ૫.૨૦ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે જો કે, ચોરીમાં જાણભેદુ હોવાની શંકા આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં કુરીયરની ઓફીસમાં આસીસ્ટન્ટ તરીકે કામ કરતા ક્રિતેજ રણજીતભાઇ નામના શખ્સની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા રોકડ સહિતનો મુદામાલ તેમજ સાત લાખની ગાડી આમ કુલ મળીને ૧૨.૧૫ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી ક્રિતેજ રણજીતભાઇને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જો કે, રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ નથી જેથી કરીને તેને હાલમાં પોલીસે જેલ હવાલે કરેલ છે






Latest News