ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં રાજયમાં ત્રીજા ક્રમે: એક પણ શાળાનું ૧૦૦ ટકા પરિણામ નહીં !


SHARE







મોરબી જિલ્લો ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં રાજયમાં ત્રીજા ક્રમે: એક પણ શાળાનું ૧૦૦ ટકા પરિણામ નહીં !

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાનો ૮૩.૩૪ ટકા પરિણામ સાથે રાજ્યામાં ત્રીજા ક્રમે આવેલ છે જો કે, ગત વર્ષની જેમાં આ વર્ષે પરિણામમાં એક પણ શાળાને ૧૦૦ ટકા પરિણામ આવ્યું નથી તેવું શિક્ષણ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે

માર્ચ ૨૦૨૩ મા ધો. ૧૨ સામાન્ય પ્રવાહની જે પરીક્ષા લેવામાં આવેલ છે તેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું પરિણામ ૭૩.૨૭ ટકા જાહેર કરેલ છે અને જો જિલ્લા વાઇઝ પરિણામ ઉપર નજર કરીએ તો પહેલા ક્રમે કચ્છ જિલ્લાને ૮૪.૫૯ ટકા, બીજા ક્રમે બોટાદ જિલ્લાને ૮૪.૧૨ ટકા અને ત્રીજા ક્રમે મોરબી જિલ્લને ૮૩.૩૪ ટકા પરિણામ જાહેર કર્યું છે અને મોરબી જીલ્લામાં સામાન્ય પ્રવાહમાં ૬૯૪૪ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જે પૈકી એ- વન ગ્રેડમાં ૬૧ વિદ્યાર્થીઓ, એ-ટુ ગ્રેડમાં ૫૩૫ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં ૧૧૨૪, બી-૨ ગ્રેડમા ૧૫૨૩, સી-૧ મા ૧૫૦૩,  સી-૨ માં ૯૨૫ અને ડી-ગ્રેડમાં ૧૧૬ વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલ છે અને જિલ્લામા મોરબી કેન્દ્રનું ૮૦.૭૪ ટકા, હળવદ કેન્દ્રનું ૮૬.૧૪ ટકા, વાંકાનેર કેન્દ્રનું ૮૪.૮૨ અને ટંકારા કેન્દ્રનું ૮૮.૭૩ ટકા પરિણામ આવેલ છે.

ટંકારા તાલુકાનો ડંકો

ટંકારાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાએ ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યું છે જેમાં સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલયનુ પરિણામ આવેલ છે આજ રીતે શાળા વાઇઝ રીઝલ્ટ ઉપર નજર કરીએ તો સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલયનુ ૯૯.૧૭ ટકા, મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયનુ ૮૭.૧૪ ટકા અને એમ.પી. દોશી વિધાલયનુ ૮૨.૮૫ ટકા પરિણામ મેળવ્યું છે 






Latest News