મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં નાના ભાઈના મોબાઇલમાં અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ બહેન ગુમ !


SHARE







મોરબીમાં નાના ભાઈના મોબાઇલમાં અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ બહેન ગુમ !

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ ડો. બાબાસાહેબ કુમાર છાત્રાલય સામે રહેતા પરિવારની દીકરી ગઈકાલે સવારે ૯ વાગ્યાથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની લેખિત અરજી ફરિયાદ આપેલ છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરેલ છે અને પરિવારજનો દ્વારા યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ ડો. બાબાસાહેબ કુમાર છાત્રાલય પાસે રહેતા નાડીયા ભીખાભાઈ જાદવજીભાઈએ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા લેખિત અરજી ફરિયાદ આપવામાં આવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ગઈકાલે ૩૦ તારીખના રોજ તેઓ લગ્ન પ્રસંગમાં ઘરેથી બહાર ગયા હતા દરમિયાન તેની દીકરી ગાયત્રી અને દીકરો સમીર (૧૪) ઘરે હાજર હતા અને સવારે ૯ વાગ્યાના અરસામાં સમીરના મોબાઈલ ફોન ઉપર કોઈ અજાણ્યા માણસે ફોન કર્યો હતો અને ત્યારે ગાયત્રીએ તે ફોન ઉપર વાત કરી હતી અને વાતચીત થયા બાદ સવારે નવેક વાગ્યાથી ગાયત્રી ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને જે મોબાઇલ ફોન ઉપરથી ફોન આવ્યો હતો તેની તપાસ કરવામાં આવતા મોબાઈલ કોઈ અજય નામના વ્યક્તિનો છે અને હાલમાં તે ખોડીયારપરા લધીરપુર રોડ મોરબી ખાતે રહેતો હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું જેથી કરીને ગુમ થઈ ગયેલ યુવતીના પિતા દ્વારા તેની દીકરી ગુમ થઈ છે તેને અજય ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં લેખિત  અરજી ફરિયાદ આપેલ છે જેથી પોલીસ અને પરિવારજનો દ્વારા યુવતીને શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી છે






Latest News