ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કરિયાવર ઓછો લાવી છો કહીને પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ


SHARE







મોરબીમાં કરિયાવર ઓછો લાવી છો કહીને પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના વ્રજ ટાવર એપાર્ટમેન્ટમાં રહેતી પરણતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ, સસરા, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તે જણાવ્યું છે કે કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને અવારનવાર મેણાં ટોણાં મારીને તેમજ પતિને ચડામણી કરીને તેને શરરિક અને માનસિક ત્રાસ દેવામાં આવતો હતો જેથી ભોગ બનેલ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભનગર પાસે આવેલ મહાવીર સોસાયટીમાં રહેતી માનસીબેન પિયુષભાઈ મલ્લી જાતે પટેલ (૨૪) નામની પરણીતાએ તેના પતિ પિયુષભાઈ રમેશભાઈ મલ્લી, સસરા રમેશભાઈ વાલજીભાઈ મલ્લી, સાસુ બીનાબેન રમેશભાઈ મલ્લી અને નણંદ પ્રીતિબેન રમેશભાઈ મલ્લી રહે. બધા લક્ષ્મીનારાયણ સોસાયટી વ્રજ ટાવર એપાર્ટમેન્ટ બ્લોક નં-૨૦૪ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, અવારનવાર તેની સાથે નાની નાની બાબતે માથાકૂટ કરીને તેમજ કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને મેણાં ટોણાં મારીને તથા તેના પતિને અન્ય આરોપીઓએ ચડામણી કરીને મારપીટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપેલ હોય હાલમાં ભોગ બનેલ પરણીતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News