જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે થયેલ મારામારીના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીના મકનસર ગામે થયેલ મારામારીના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના મકનસર ગામે ગાળો બોલવાની બાબતે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાન અને તેના મિત્ર ઉપર કુહાડી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે ગઇકાલે બે આરોપીની ધરપકડ કરેલ હતી ત્યાર બાદ આ બનાવમાં નોંધાયેલ વળતી ફરિયાદમાં પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વર ગામે પાનના ગલ્લા પાસે મકનસર ગામમાં રહેતો નીતિન પરમાર તથા તેના મળતીયા બોલેરો કારમાં આવ્યા હતા અને બોલેરો ચડાવી દેવાની વાત નશાની હાલતમાં કરતા હતા અને ગાળો બોલતા હતા ત્યાર બાદ કિશનભાઇ અને તુલસીભાઈ રફાળેશ્વરથી મકનસર તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ભાવેશ ગુલાબભાઈ મુછડીયા ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે પહેલા નીતિન પરમાર અને પ્રકાશ પરમારની ધરપકડ કરી હતી અને સામા પક્ષેથી સંગીતાબેન નીતિનભાઇ પરમાર (૨૭) રહે. જુના મકનસર વાળાએ રફાળેશ્વર ગામના ચંદ્રેશભાઇ અને ભાવેશભાઇ મૂછડીયા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે સામેવાળાઓએ અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને તેમના પતિ નીતિનભાઈને ડાબા પગના ભાગે લોખંડનો પાઇપ ફટકારીને ભૂંડી ગાળો આપી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે ગુનામાં હાલ પોલીસે ચંદ્રેશભાઇ ગોરધનભાઈ સોલંકી (૨૭) અને ભાવેશભાઇ ગુલાબભાઈ મૂછડીયા (૧૮) રહે. બંને રફાળેશ્વર મોરબી વાળાની તપાસનીસ જે.પી. પટેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે






Latest News