ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે કાર ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના જાંબુડીયા પાસે કાર ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર ચાલકે હડફેટ લીધેલ યુવાને મોરબી સિવિલ ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

અકસ્માત બનાવ સંદર્ભે તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર નવા જાંબુડીયા ગામ પાસે ટ્રકમાંથી ઉતરતા સમયે વિનોદપુરી ગોસ્વામી (ઉમર ૪૦) રહે.જોધપુર (રાજસ્થાન) વાળાને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લીધો હતો જેથી ગંભીરપણે ઇજાગ્રસ્ત હાલતમાં વિનોદપુરી ગોસ્વામીને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં રાબેતા મુજબ તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે આ બનાવની હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી તપાસ ચલાવી રહ્યા છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી મેઘાણીની વાડી વિસ્તારમાં રહેતા મધુબેન હરગોવિંદભાઈ ડાભી નામના ૫૦ વર્ષના આધેડ મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં આસ્થા હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે અવની ચોકડી પાસે તેઓ બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં તેમને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર આવેલ ગોલા બજાર નજીક બન્યો હતો જ્યાં ગોલા બજાર પાસેથી બાઈકમાં બેસીને જઈ રહેલા કંચનબેન મોહનભાઈ ચૌહાણ (ઉમર ૬૨) રહે.દરબારગઢ પુલ પાસે મોરબી વાળાના બાઈકની આડે અચાનક કૂતરું આડુ ઉતરતા તેઓનું બાઇક ગોલા બજાર પાસે સ્લીપ થઈ ગયું હોવાથી અકસ્માતના આ બનાવમાં કંચનબેન ઈજા પામતા તેમને અત્રેની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

પરણીતા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ નજીક આવેલ ૨૫ વારિયા વિસ્તારમાં રહેતી રોશનીબેન રાકેશભાઈ ધોળકિયા નામની ૨૨ વર્ષીય મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News