મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવા મંગળવારે ૧૦ ગામના સરપંચો સાથે બેઠક


SHARE











મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવા મંગળવારે ૧૦ ગામના સરપંચો સાથે બેઠક

મોરબી પાલિકાને મહાપાલિકાના દરજ્જા આપવા માટે અગાઉ પણ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ કાનૂની લડાઈ કરીને પાલિકામાં સમાવવામાં આવેલ ગામોને પાલિકામાંથી કાઢવાની ફરજ પડી હતી જો કે સરકાર દ્વારા ફરી મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે રવાપર, મહેન્દ્રનગર,શનાળા સહિતના ૧૦ ગામોના સરપંચની સાથે કલેકટર કચેરીમાં બેઠક રાખવામા આવી છે

ગુજરાત સરકાર દ્વારા મોરબી સહીત રાજ્યની ૨૨ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની આજુબાજુના ૧૦ ગામોના સરપંચને આગામી તા ૩૦ ને મંગવારે કલેકટર કચેરીએ અભિપ્રાય માટે બોલાવવામાં આવ્યા છે જો કે, અગાઉ જેવુ કરવામાં આવ્યું હતું તેવું હાલમાં નહીં કરવામાં આવે અને જો પાલિકાને મહાપાલિકા બનાવવાની હોય તો જ આજુબાજુના ગામનો પાલિકામાં સમાવેશ કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અને રાજકીય આકાઓ સહિતનાઓ માટે કમાઉ દીકરા જેવા આજુબાજુના ગામનો મોરબી પાલિકામાં સમાવેશ કરીને મોરબીને મહાપાલિકાનો દરજ્જો મળે તેના માટે સરપંચો સહિતના આગેવાનો સહમત થશે તે કેમ તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે






Latest News