મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

MORBI TODAY : સો મણનો સવાલ: મોરબીમાં પાલિકા કચેરી તેમજ ફાયર સ્ટેશનના બીલ્ડીંગો જ છે જર્જરિત તેને કોણ આપશે નોટિસ ?


SHARE











MORBI TODAY : સો મણનો સવાલ: મોરબીમાં પાલિકા કચેરી તેમજ ફાયર સ્ટેશનના બીલ્ડીંગો જ છે જર્જરિત તેને કોણ આપશે નોટિસ ?


આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતો ધરાવતા આસાનીઓને નોટિસ આપવામાં આવી રહી છે જોકે પાલિકાની બિલ્ડીંગો પણ જર્જરીત છે ત્યારે તેને કોણ નોટિસ આપશે ? અને આ જર્જરિત બિલ્ડીંગ ઉતારવાનું કામ કોણ કરશે ? તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે

મોરબી નગરપાલિકાની હદમાં અંદાજે ૭૫ હજાર કરતાં વધુ મિલકતો આવેલી છે જેમાં રહેણાંક અને કોમર્શિયલ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે અને તે પૈકીની વર્ષો જૂની ઇમારતોમાંથી ઘણી ઇમારતો જર્જરીત થઈ ગઈ છે અને તેના આસામીઓ મોરબી શહેરની બહાર રહેતા હોય તેવું ઘણી જગ્યાએ જોવા મળે છે જોકે, આ જર્જરીત થઈ ગયેલા બાંધકામને ચોમાસામાં જોખમી કે જીવલેણ બને તેમ છે તો પણ તેને નીચે ઉતારવા માટેની કોઈ તસ્તી આસામીઓ દ્વારા લેવામાં આવતી નથી જેથી કરીને ચોમાસા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે થઈને નગરપાલિકા દ્વારા આવા જર્જરીત બાંધકામોને ઉતારી લેવા માટે અથવા તોડી પાડવા માટે થઈને આસામીઓને નોટિસ આપવામાં આવી રહી છે

જો કે, એક બાજુ મોરબી નગરપાલિકા દ્વારા મોરબીની અંદર આવેલ જર્જરિત થઈ ગયેલ બાંધકામોને ઉતારી લેવા માટે અથવા તો તોડી પાડવા માટે થઈને નોટિસ આપવામાં આવી રહી છે તો બીજી બાજુ વાત કરીએ તો મોરબી નગરપાલિકાની બિલ્ડીંગમાં પણ છતમાંથી પોપડા પડી રહ્યા છે તેવી જ રીતે ફાયર સ્ટેશનની બાંધકામ પણ જર્જરીત બાંધકામ જેવુ થઈ ગયું છે તેમ છતાં પણ આ જર્જરીત થઈ ગયેલા બાંધકામ અને કાટમાળને ઉતારવા માટેની કોઈ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી ત્યારે ખાટલે મોટી ખોટ એ કહી શકાય કે અધિકારીઓ આખા ગામમાં બિલ્ડીંગ જોવે છે પરંતુ પોતાની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી ત્યારે આ નગરપાલિકાની જર્જરિત બિલ્ડીંગો માટે તેને કોણ નોટિસ આપશે ? તે સવાલ ઊભો થઈ રહ્યો છે

જો અધિકારીઓ દ્વારા પોતાની ઓફિસ અને બિલ્ડિંગની સામે આંખ આડા કાન કરવામાં આવે અને ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના બને તેમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા કોઈ અધિકારી કે કર્મચારી અથવા તો કામ કાજે આવેલ અરજદારને ઇજા થાય અથવા તો જાનહાનિનો બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ ? તે સવાલ હાલમાં મોરબીના નગરજનો કરી રહ્યા છે જેથી કરીને મોરબી પાલિકા માત્ર કહેવા પૂરતી કાગળ ઉપર કામગીરી કરવાના બદલે ખરેખર જે કોઈ જર્જરીત બિલ્ડીંગ છે તેના બાંધકામને નીચે ઉતારી લેવા કે પછી તોડી પાડવાની શરૂઆત પાલિકાની કચેરીથી જ કરે તો આખા ગામમાં આવા બાંધકામો વહેલી તકે દૂર કરી શકાશે. palika - fair






Latest News