મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવાપરા પાસે દીવાલ સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







વાંકાનેરમાં નવાપરા પાસે દીવાલ સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેરમાં આવેલ નવાપરામાં ભઠ્ઠા પાસે રહેતો યુવાન તેના મિત્રને પોતાના સીબીઝેડ બાઈકમાં બેસાડીને જીઆઇડીસી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક દિવાલ સાથે અથડાતા યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને મૃતક યુવાનના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં ભઠ્ઠા પાસે રહેતા વીરજીભાઈ ચકાભાઇ સાથળીયા જાતે દેવીપુજક (૫૨) એ હાલમાં તેના મૃતક દીકરા પ્રફુલ ઉર્ફે લાલો વિરજીભાઈ સાથળિયા જાતે દેવીપુજક (૨૮) સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેનો દીકરો ગઈકાલે સાંજના સમયે વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપરથી પોતાના મિત્ર મયુર લગધીરભાઈને બાઈકમાં પાછળ બેસાડીને પસાર થઈ રહ્યો હતો અને ત્યારે પ્રફુલ બાઇક ચલાવતો હોય અકસ્માતે બાઈક દિવાલ સાથે અથડાતા પ્રફુલને માથા અને હાથે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ અંગેની મયુરે મૃતક પ્રફુલના પરિવારજનોને જાણ કરતા તાત્કાલિક મૃતકની ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મૃતકના પિતા દ્વારા વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના પિતાની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News